GSTV
Home » News » સાયલમાં માનસરોવરમાં 25 લાખના ખર્ચે બનેલું ગરનાળું એક જ વર્ષમાં બેસી ગયુ, પ્રજાના પૈસાનો ધુમાડો

સાયલમાં માનસરોવરમાં 25 લાખના ખર્ચે બનેલું ગરનાળું એક જ વર્ષમાં બેસી ગયુ, પ્રજાના પૈસાનો ધુમાડો

સાયલમાં માનસરોવર ખાતે અંદાજે 25 લાખના ખર્ચે બનેલું ગરનાળું એક જ વર્ષમાં બેસી ગયું છે. આ ગરનાળું નોન પ્લાનિંગ રસ્તાની યોજનામાંથી બનાવવામાં આવ્યું હતું. આ નાળું જ્યારથી બનાવવામાં આવ્યું ત્યારથી હંમેશા વિવાદમાં રહ્યું છે. આ નાળું આરસીસીનું બનાવવા માટે મંજૂર થયું હતું પરંતુ આરસીસીને બદલે સિમેન્ટના ભૂંગળા નાંખી બનાવાયું છે. હાલ કોન્ટ્રાક્ટર દ્વારા નાળા ઉપર મટીરીયલ નાખી તેને લેવલ કરવામાં આવી રહ્યું છે પરંતુ ગરનાળું નીચેથી બેસી ગયેલું છે. આ રસ્તો લાલજી મહારાજની જગ્યા તરફ જાય છે કે જ્યાંથી હજારો યાત્રિકો પસાર થાય છે. ત્યારે ગરનાળાના નબળા બાંધકામને કારણે મોટી દૂર્ઘટના સર્જાવાની ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!