GSTV

વડોદરાની સયાજી હોસ્પિટલમાં રક્ષાબંધનની કરાઈ અનોખી ઉજવણી, નર્સોએ ડોકટરો અને દર્દીઓને બાંધી રાખડી

Last Updated on August 3, 2020 by

વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ રક્ષાબંધનના પવિત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોરોના મહામારી વચ્ચે ફરજ બજાવી રહેલા હોસ્પિટલના તબીબો સહિતના કર્મચારીઓ એ રક્ષાબંધનનો પર્વ હોસ્પિટલમાં જ ઉજવ્યો હતો. હોસ્પિટલની નર્સ દ્વારા તબીબો તેમજ દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાંની મહામારી વચ્ચે ફ્રન્ટ લાઈન કોરોનાં વોરિયર્સ તબીબો દર્દીઓની સારવાર અર્થે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. અને જેથી કરીને તેઓ પોતાના પરિવાર સાથે તહેવારો મનાવી શકતા નથી. તો બીજી તરફ પરિવાર થી દુર હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા દર્દીઓ પણ આ પર્વથી વિહોણા ન રહી જાય માટે હોસ્પિટલની નર્સો દ્વારા ડોકટરો અને દર્દીઓ ને રાખડી બાંધી દર્દીઓ વહેલા સાજા થાય તે અર્થે પ્રાર્થના કરી.

READ ALSO

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!