GSTV
Gujarat Government Advertisement

ખતરો ટળ્યો/ સયાજી હોસ્પિટલના નવા સર્જીકલ બિલ્ડિંગમાં ઓક્સિજનની પાઇપ લાઇનમાં લીકેજ થતાં મચ્યો હડકંપ, મોટી દુર્ઘટના ટળી

Last Updated on May 3, 2021 by Dhruv Brahmbhatt

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના નવા સર્જીકલ બિલ્ડિંગમાં આજે અચાનક ઓક્સિજનની પાઇપ લાઇનમાં લીકેજ થતાં ભાગદોડ થઈ ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચીને લીકેજ સમારકામ કર્યું હતું .

૩૦ હજારથી વધુ દર્દી હોમ ક્વોરેટાઇન

વડોદરા શહેરમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં અત્યારે 10700 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે ૩૦ હજારથી વધુ દર્દી હોમ ક્વોરેટાઇન છે. કોરોના મહામારીના બીજા રાઉન્ડમાં જે લક્ષણો જણાઇ આવ્યા છે, તેમાં ૯૦ ટકા દર્દીઓને ઓક્સિજનની તકલીફ પડી રહી છે. જેને કારણે હાલમાં 7500થી વધુ દર્દી વેન્ટિલેટર અને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે.

સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનની પાઇપલાઇનમાં અચાનક લીકેજ થયું

આજે સવારે સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનની પાઇપલાઇનમાં અચાનક લીકેજ થયું હતું. આ લીકેજને કારણે ઓક્સિજનનો જથ્થો દર્દીઓ સુધી પહોંચાડવામાં અસર પડી હતી. જો કે આ અંગેની જાણ સયાજી હોસ્પિટલના સત્તાધીશોને થતા તેમણે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી જઈ તાત્કાલિક સમારકામ હાથ ધર્યું હતું અને અડધો કલાકની જહેમત બાદ ઓક્સિજનની પાઇપલાઇનમાં પડેલું લીકેજ બંધ થયું હતું. ત્યારબાદ તંત્રએ રાહતનો દમ લીધો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!