GSTV

જાણો શ્રાવણ મહિનામાં લીલો રંગ પહેરવા પાછળ શું છે કારણ

શ્રાવણના મહિનામાં દરેક બાજુ લીલોત્તરી છવાયેલી હોય છે. વરસાદના કારણે છોડના પાનમાં પણ માનો હરિયાળી આવી હોય એવું લાગતું હોય છે. આ મહિનામાં કેટલાક લોકો સોમવાર કરે છે. કેમ કે આ મહિનો શિવને સમર્પિત હોય છે. પ્રકૃતિની સાથે મહિલાઓ પણ આ મહિનામાં લીલો રંગ પહેરવાનું પસંદ કરે છે.

પરંતુ તમે જાણો છો કો શ્રાવણ માસમાં લીલો કલર પહેરવાનું કેમ પસંદ કરે છે? લીલો રંગ ખુશાલીનું પ્રતીક હોય છે. શ્રાવણના મહિનામાં વધારે હિન્દુ ધર્મની લગ્ન કરેલી મહિલાઓ લીલા રંગના કપડાં પહેરે અને લીલા રંગની બંગડી પહેરવાનું પસંદ કરે છે.

જેથી તેના પરિવારના સભ્યોના જીવનમાં ખુશાલી રહે. કેટલાક ધર્મોમાં બુધ ગ્રહને લીલા રંગનો સ્વામી બતાવવામાં આવે છે. માનવામાં આવે છે કે જે જાતકનો બુધ ગ્રહ નબળો હોય છે તેને લીલો રંગ પહેરવો જોઈએ. તેનાથી જાતકના જીવનમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે.

એવી પણ માન્યતા છે કે સંતાનની ઈચ્છા પણ પૂરી થાય છે. માન્યતા છે કે મહાદેવને લીલો રંગ પ્રિય છે. તેથી શ્રાવણમાં ભગવાન શિવને સમર્પિત મહિનો માનવામાં આવે છે. એટલા માટે લગ્ન કરેલી મહિલાઓ ભગવાન શિવનો આર્શીવાદ લેવા માટે અને પતિની લાંબી ઉંમર માટે કામના કરવા માટે લીલો રંગ ધારણ કરે છે.

Read Also

Related posts

રેકડીવાળા અને છૂટક વિક્રેતાના નસીબ ખુલી જવાના છે, 27 તારીખે વડાપ્રધાન મોદી આપવાના છે આ લોન

Pravin Makwana

બિહારમાં મતદાન પહેલા ભાજપે 2 વર્તમાન ધારાસભ્ય, 4 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો

Nilesh Jethva

પીએમ મોદી રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!