GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

રાજસ્થાનનાં રણથંભોર નેશનલ પાર્કના ઝોન નંબર 6માં પટવા બાવડીની પાસે બે વાઘોમાં એકવાર ફરી ઝઘડો થયો હતો. બંને વાઘોનાં ઝઘડામાં એક વાઘ ગંદી રીતે ઘાયલ થયો હતો. કહેવાઈ રહ્યુ છેકે, ટાઈગર ટી-58 તથા ટાઈગર ટી-57ની વચ્ચે ટાઈગ્રેસ ટી-39 સાથે મેટિંગને લઈને આ ખૂની સંઘર્ષ થયો હતો. બંને વાઘો વચ્ચેનાં ઝઘડામાં ટાઈગર ટી 58 ઘાયલ થઈ ગયો હતો. આ ખૂની સંઘર્ષને નજરે જોનારા પર્યટકોએ આખી ઘટનાક્રમને તેમના કેમેરામાં કેદ કરી હતી. રણથંભોરના જંગલમાં ટાઈગર ફાઈટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. જોકે, વન વિભાગ તરફથી હાલમાં આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી.

જંબો અને રૉકીની વચ્ચે થયો ઝઘડો

ટાઇગર ટી -57 જમ્બો તરીકે ઓળખાય છે અને તે ઝોન નંબર 6 માં વિચરણ કરે છે. જ્યારે, ટી -58 રોકી મેલ તરીકે ઓળખાય છે. રોકીનો ક્ષેત્ર 7 નંબરનો ઝોન છે અને અહીં તે વિચરણ કરતો રહે છે. આ બંને સગા ભાઈ હોવાનું કહેવાય છે. બંને વાઘ ટી -20 એટલે કે ઝુમરુના પુત્રો છે. બંને વાઘની ઉંમર 9 વર્ષ હોવાનું કહેવામાં આવે છે.

ટાઈગ્રેસ T-39 માટે થયો સંઘર્ષ

ટાઇગર ટી -55 અને ટી -58 વચ્ચેની લડાઇ બાદ બંને વાઘ ઘટનાસ્થળેથી ગાયબ થઈ ગયા હતા. રાષ્ટ્રીય ઉદ્યાનના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને વાઘો ટી -39 નૂર સાથે સમાગમ માટે ઝઘડ્યા છે. તે જ સમયે, ટાઇગર ટી -39 આ દિવસોમાં ટાઇગર કુંભ ટી -34 સાથે મેટિંગ કરી રહી છે.

READ ALSO

Related posts

જમીન પર હાથ લગાવ્યા વિના કેટરીનાએ પુશ અપ્સ કર્યા, વીડિયો થયો વાયરલ

Mansi Patel

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ,જામખંભાળિયા શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ

pratik shah

એક જ ફ્લેટમાં અને એક જ પરિવારમાં 10ને કોરોનાનો ચેપ લાગતાં AMCએ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!