GSTV
Home » News » યોગેશ પટેલ મંત્રી બની ગયા, શ્રીવાસ્તવને ચેરમેન પદ મળ્યું પણ ઇનામદારને કોંગ્રેસી કૂળ હતું નડ્યું

યોગેશ પટેલ મંત્રી બની ગયા, શ્રીવાસ્તવને ચેરમેન પદ મળ્યું પણ ઇનામદારને કોંગ્રેસી કૂળ હતું નડ્યું

ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. જો કે આ નારાજગીની શરૂઆત આજથી દોઢ વર્ષ પહેલાં થઈ હતી. ત્યારે ભાજપે નારાજ ધારાસભ્યોને મનામણાં કર્યા હોવાના દાવા કર્યા હતા, પરંતુ તે દાવા આજે ખોટા પડ્યા છે. દોઢ વર્ષ અગાઉ પણ કેતન ઇનામદારે સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. જે સમયે 3 ધારાસભ્યોએ મીટિંગ પણ કરી હતી જોકે, એ સમયે કેતન ઉનામદારને કોંગ્રેસી કૂળ નડ્યું હોવાનું પણ ચર્ચા ચાલી હતી. જે નારાજગી આજે ફરી પડઘાઈ હોવાની અટકળો ગુજરાતમાં ચાલી રહી છે. હાલમાં સરકાર અને સંગઠનમાં ફેરફારોના અવકાશ વચ્ચે સરકારને પણ દબાવવાનો પ્રયાસ હોવાનું પણ ભાજપના વર્તુંળોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે, કેતન ઇનામદારની વાત પણ અવગણવા જેવી નથી. પ્રજાના કામો ન થતા હોય તો ધારાસભ્ય પદ જાળવી રાખવાની પણ કોઈ જરૂર નથી. જ્યાં સન્માન ન જળવાતું હોય ત્યાં ઉભા પણ ન રહેવાય.

3 ધારાસભ્યોએ અગાઉ ઠાલવ્યો હતો બળાપો

લગભગ દોઢ વર્ષ પહેલાં ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો અને વડોદરાના ત્રણ ધારાસભ્યો મધુ શ્રીવાસ્તવ, યોગેશ પટેલ અને કેતન ઈનામદારમાં નારાજગી જોવા મળી હતી. 27 જૂન, 2018નાં રોજ આ ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત રીતે વડોદરા સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી. ત્યારે આ નારાજગીના ઝાટકા દોઢ વર્ષ બાદ જોવા મળ્યાં અને કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જે તે સમયે ત્રણેય ધારાસભ્યોએ આક્ષેપ કર્યા હતા કે અધિકારીઓ અને મંત્રીઓ તેમનું સાંભળતા નથી. આટલું જ નહીં સંગઠન અને સરકારમાં પણ કોઈ તેમનું સાંભળતું નથી તેવા આક્ષેપો કર્યા હતા.

કોણ છે કેતન ઈનામદાર  

 • વડોદરા જિલ્લાના સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય
 • વારસામાં મળ્યું છે રાજકારણ
 • પિતા મહેન્દ્રભાઇ ઇનામદાર ચુસ્ત કોંગ્રેસી હતા
 • પિતા મહેન્દ્રભાઇ ઇનામદાર જિલ્લા પંચાયતના સભ્ય હતા ત્યારે તેમનું અવસાન થયું હતું
 • પિતાના અવસાન બાદ ખાલી પડેલી બેઠક ઉપર કેતન ઇનામદારે કોંગ્રેસમાંથી માગી હતી ટિકીટ
 • કોંગ્રેસે ટિકીટ ન આપતા તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા
 • જિલ્લા પંચાયતની ચૂંટણી હારી જતાં ભાજપામાં જોડાયા હતા
 • જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેતન ઇનામદારે ભાજપ પાસે ભાદરવા બેઠક માટે ટિકીટ માંગી હતી
 • ભાજપે ટિકીટ ન આપતા ફરીથી અપક્ષ લડ્યા હતા અને ફરી હારી ગયા હતા
 • વર્ષ ૨૦૧૦માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધનતેજ બેઠક ઉપરથી અપક્ષ ચૂંટણી લડ્યા
 • ધનતેજ બેઠક પરથી ૭,૦૦૦ મતોથી જીત્યા હતા
 • ધનતેજ બેઠક ઉપરથી અપક્ષ ચૂંટણી જીત્યા બાદ પુનઃ ભાજપામાં જોડાયા 

ત્રણ ધારાસભ્યોની નારાજગી બાદ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને રાજ્ય કક્ષાનું મંત્રી પદ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનું ચેરમન પદ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ, કેતન ઇમાનદારને હજુ સુધી કોઇ હોદ્દો આપવામાં આવ્યો ન હતો. ચર્ચાય છે કે, સરકાર દ્વારા કેતન ઇમાનદારને હોદ્દા માટે આપવામાં આવેલું વચન પૂર્ણ ન થતાં તેઓએ વિકાસ કામો થતાં ન હોવાનું કારણ ધરીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. કેતન ઇનામદારને તેઓની માંગ પૂરી કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. જે આજદીન સુધી પૂર્ણ થયું ન હોવાની ચર્ચા પણ આજે ચાલી છે જોકે, આ બાબતો ફક્ત અટકળો છે.

ભાજપના નેતાઓએ નારાજગી દૂર કરવાનો કર્યો હતો પ્રયાસ

નારાજગી બાદ ત્રણેય ધારાસભ્યોએ મનામણાના પ્રયાસો થયા હતા અને ત્રણેય નારાજ ધારાસભ્યોની નારાજગી દૂર કરવા માટે ભાજપના નેતાઓ વડોદરા દોડી ગયા હતા અને બંધ બારણે બેઠક કરી હતી. નારાજ ધારાસભ્યોને સાંભળવા માટે તેઓને ગાંધીનગર પણ બોલાવવામાં આવ્યા હતા. આ બેઠક બાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે ભાજપના ત્રણેય ધારાસભ્યો અધિકારીઓથી નારાજ છે, અને તેમની સાથે ચર્ચા કરીશું. તેઓ અમિત શાહને મળવા ઈચ્છે તો પણ તેઓ મળી શકે છે. જો કે ભાજપના આ દાવાઓ અને મહેનત એળે ગઈ હતી અને અંતે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે એમએલએ તરીકે રાજીનામું આપી રાજ્યના રાજકરણમાં ભૂંકપ આવ્યો છે.

સરકારના કામના અસંતોષનું પરિણામ

તો કેતન ઈનામદારના રાજીનામાને લઈ કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે આકરી પ્રતિક્રિયા આપીને ભાજપ અને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા.. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓના મતવિસ્તારમાં કામ થતા નથી. પરંતુ જો ભાજપની સરકારમાં તેમના જ નેતાઓના કામ ન થતા હોત તો જનતાના કામ કેવી રીતે થાય.. આ સરકારના કામના અસંતોષનું પરિણામ છે.

Related posts

ફાનાટિકા ખાતે યુરોપિયન વેગન ફૂડ ફેસ્ટિવલ યોજાયો

pratik shah

પત્નીની હત્યા કરી લાશના 300 ટૂકડા કર્યા, ટિફિનમાં પેક કરી શિરડી લઈ જવાની ઈચ્છા હતી

Mayur

રાજકોટમાં ઈસરોની પ્રદર્શની સાથે ત્રણ દિવસના સાયન્સ કાર્નિવલનો પ્રારંભ, વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા આધુનિક રોબોટ-રોકેટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!