GSTV
Business Trending

દીકરીના જન્મ બાદ શરૂ કરો આટલુ માસિક રોકાણ, દીકરીના લગ્નની ચિંતા મટી જશે

મધ્યમ વર્ગના પરિવારમાં સૌથી મોટી તકલીફ બચતની હોય છે. ખાસ કરીને બાળકોનો અભ્યાસ અને તેના લગ્ન માટે બચત કરવી માતા-પિતા માટે માથાનો દુ:ખાવો બની જતો હોય છે. એવામાં જો પગાર ઓછો હોય અને બાળકોને સારી કક્ષાનું શિક્ષણ અને બાળકના શાનદાર લગ્ન કરવા માટે રૂપિયા ભેગા કરવા ઈચ્છો છો તો તમે મહિને ઓછુ રોકાણ કરી શકો છો. અમે તમને આ અંગે જણાવીએ છીએ.

શું છે પદ્ધતિ?

બજારમાં ઉપલબ્ધ તમામ વિકલ્પોની તુલનામાં ઓછુ રોકાણ કરવાનો સુંદર અને સહેલો વિકલ્પ એસઆઈપી કરવાનો છે. એસઆઈપી બધા વિકલ્પોની તુલનામાં સારું રિટર્ન આપે છે, જે તમને કોઈ જગ્યાએ મળશે નહીં. એસઆઈપીમાં થતા રોકાણ પર તમે વાર્ષિક 12 થી 15 ટકા સુધીનુ રિટર્ન સહેલાઈથી પ્રાપ્ત કરી શકો છો.

દીકરીના લગ્ન માટે તમે કેવીરીતે પૈસા ભેગા કરશો?

જો એક અથવા બે મહિના પહેલાં તમારા ઘરમાં દીકરીએ જન્મ લીધો છે અને તમે તેના ભવિષ્ય અંગે ચિંતિત છો તો સિપ તમારી સમસ્યાનુ સમાધાન છે. તમારે અત્યારે ફક્ત તેના નામ પર મહિને 1500 રૂપિયાનુ રોકાણ શરૂ કરી દેવુ જોઈએ. તમે આ રોકાણને આગામી 28 વર્ષો સુધી ચાલુ રાખી શકો છો. 14 ટકાના અંદાજિત રિટર્નના હિસાબથી તમારી પાસે 57 લાખ રૂપિયા હશે. દીકરીના લગ્ન કરવાની ઉંમર 28 એકદમ પરફેક્ટ છે અને તમે 57 લાખ રૂપિયામાં તમે શાનદાર લગ્ન કરાવી શકો છો.

જાણો એસઆઈપી શું છે?

રોકાણ અને ટેક્સ નિષ્ણાંતનુ માનવુ છે કે સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન મૂડીને વધારવા માટે આ એક સુંદર વિકલ્પ છે. જેમાં રોકાણની શરૂઆત અંદાજે 500 રૂપિયાની રકમની સાથે પણ થઈ શકે છે. વધતી મોંઘવારી અને ભવિષ્યને આર્થિક રૂપથી સુરક્ષિત કરવા માટે રોકાણની આ રકમને પોતાની આવકમાં થતા વધારા મુજબ વધારવી જોઈએ. તેની પર મળનારું રિટર્ન શેર બજારમાં થતાં ઉતાર-ચઢાવ પર નિર્ભર રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વિકલ્પની પસંદગી ત્યારે જ કરવી જોઈએ જ્યારે તમારી પાસે સમય અને જોખમ ક્ષમતા બંને હોય.

Related posts

FD Rates / ખાનગી બેંકે ફિક્સ ડિપોઝિટના રેટમાં કર્યો વધારો, જાણો નવા રેટ

Hardik Hingu

બેલ્જિયમની યુવતી ઓટો ડ્રાઈવરના પ્રેમમાં પડી, ભારત આવીને કર્યા પ્રેમી સાથે લગ્ન…

Kaushal Pancholi

તહેલકા મચાવી રહ્યો છે Viનો આ રિચાર્જ પ્લાન! મળી રહી છે અનલિમિટેડ ઈન્ટરનેટની મજા

Kaushal Pancholi
GSTV