GSTV

કોઈ પણ જોખમ વગર વરિષ્ઠ નાગરિકો અહીં કરી શકે છે રોકાણ, જાણો આ ટોપ-5 રીતો

Last Updated on June 2, 2020 by Karan

કોઈ પણ વરિષ્ઠ નાગરિક એક વય પછી પૈસા કમાવવાનું કામ કરી શકતા નથી, તેથી મહત્વપૂર્ણ છે કે તમે તમારી નિવૃત્તિની યોજના અગાઉથી જ કરો. કામ કરતી વખતે નિવૃત્તિ માટેની તૈયારી કરવી તે શ્રેષ્ઠ વિકલ્પ છે. વરિષ્ઠ નાગરિકોને ભવિષ્ય માટે નાણાં બચાવવા માટે અને જોખમ ઓછું હોય ત્યાં રોકાણ કરવા માટે સલાહ આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોએ કઈ યોજનામાં રોકાણ કરી શકાય છે અને તેમને ક્યાં ફાયદો થશે, જે જાણવા માટે વાંચો અહીં.

સીનિયર સીટીઝન સેવિંગ સ્કીમ

આ યોજના સરકાર ચલાવે છે, તેથી જોખમ ઓછું છે. આ યોજના એપ્રિલથી જૂન સુધીમાં વરિષ્ઠ નાગરિકોને 7.4 ટકા વ્યાજ આપશે. વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી મહત્તમ એક લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. તમે આ યોજના હેઠળ તમારા રોકાણને પાંચ વર્ષ માટે લોક કરી શકો છો, એટલું જ નહીં, સરકાર તમને આગામી ત્રણ વર્ષ માટે રોકાણ વધારવાનો વિકલ્પ પણ આપે છે. આ યોજનામાં, આવકવેરા કાયદાની 80સી હેઠળ દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ આપવામાં આવે છે.

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના

આ યોજના પણ સરકાર ચલાવે છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને માસિક ધોરણે થોડી રકમ મળે છે. વરિષ્ઠ નાગરિકો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં પોતાનું ખાતું ખોલી શકે છે અને મહત્તમ સાડા ચાર લાખ અથવા નવ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજનામાં 7.6 ટકાનું વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરિકોના નાણાં આ યોજના હેઠળ સુરક્ષિત છે. આ યોજનાનો લોક-ઇન સમયગાળો પાંચ વર્ષનો છે, એટલે કે, તમે પાંચ વર્ષ પહેલાં તમારા પૈસા પાછા નહીં ખેંચી શકો, આ યોજના નિયત થાપણો કરતાં વધુ વળતર આપે છે.

સિનિયર સિટીઝન ફિક્સ્ડ ડિપોઝિટ

સામાન્ય રીતે, ઘણી બેંકો સિનિયર સિટિઝન્સને ફિક્સ ડિપોઝિટ પર વધારે વ્યાજ દર ચૂકવે છે, પરંતુ એસબીઆઈ અને એચડીએફસી જેવી બેન્કોએ સિનિયર સિટિઝન્સ માટે વિશેષ યોજનાઓ જારી કરી છે. વરિષ્ઠ નાગરિકોને આ યોજનાઓ હેઠળ 0.5 ટકા વધુ વ્યાજ મળે છે. આ યોજના હેઠળ રોકાણનો સમયગાળો એકથી દસ વર્ષની વચ્ચેનો હોય છે. આ યોજના હેઠળ આવકવેરા કાયદાની 80 સી હેઠળ દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે.

કરમુક્ત બોન્ડ્સ

સરકારી સંસ્થાઓ તરફથી કરમુક્ત બોન્ડ્સ જાહેર કરવામાં આવે છે. પીએપસી, હુડકો, એનએચએઆઈ, આરઈસી, આઈઆરએફસી, એનટીપીસી જેવા સંસ્થાન કરમુક્ત બોન્ડ જાહેર કરે છે જે સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે. આ સ્કીમમાં સૌથી વધારે આકર્ષિત કરનાર ફીચર છે તેનુ કરમુક્ત વ્યાજ. સ્થાયી વર્ષની આવક મેળવવા માટે વરિષ્ઠ નાગરિક કરમુક્ત બોન્ડમાં રોકાણ કરી શકે છે. વરિષ્ઠ નાગરિક જો 10 વર્ષના રોકાણની યોજના બનાવી રહ્યા છે, ત્યારે જ રોકાણ કરે.

તાત્કાલિક એન્યૂટી

લાઈફ ઈન્શ્યોરેન્સ અન્યૂટી સ્કીમમાં વરિષ્ઠ નાગરિક રોકાણ કરી શકે છે. રોકાણના બદલામાં નાગરિકોને ગેરન્ટી પેંશન મળશે. એન્યૂટીમાં અલગ-અલગ પ્રકારની પેંશન મળે છે. જેમ કે, જિંદગીભર માટે પેંશન અથવા મોત થઈ જવા પર પત્ની/પતિને પેંશન. વરિષ્ઠ નાગરિક એન્યૂટીમાં રોકાણ કરે છે. કારણ કે, તેમાં તેમને ગેરન્ટી પેંશન મળે છે. આયકર કાયદા હેઠળના 80C હેઠળ અન્યૂટીના પ્રીમિયમ પ્લાન કરમુક્ત થાય છે.

READ ALSO

Related posts

અમદાવાદ / વટવા વિસ્તારમાં ઘટ્યો હત્યાનો અજુગતો બનાવ, ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ

GSTV Web Desk

યુપી ચૂંટણી / મુખ્યમંત્રીના ચહેરા પર યુટર્ન મામલે માયાવતીએ પ્રિયંકા ગાંધી પર સાધ્યું નિશાન, કોંગ્રેસને લઈને કહી આ વાત

GSTV Web Desk

સમાજવાદી પાર્ટીએ કર્યુ સ્ટાર પ્રચારકોનુ લિસ્ટ જાહેર, આ નેતાઓ કરશે ચૂંટણી માટે પ્રચાર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!