GSTV

શેરબજારનો કડાકો સમાન્ય માણસને આપશે ઝટકો, આ બચત યોજનાઓનો પર ઘટી શકે છે વ્યાજ

Last Updated on March 12, 2020 by Ankita Trada

શેરબજારની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે, તેથી બેન્કીંગ સેક્ટર પણ આ મારથી પોતાની કમર તોડી રહ્યુ છે. ખરેખર તો બોન્ડ માર્કેટમાં થયેલા જોરદાર કડાકાની અસર તમારી બચત યોજનાઓ પર પણ જોવા મળી શકે છે. કારણ કે, જલ્દી જ સરકાર નાની બચત યોજનાઓ પરના વ્યાજને ઘટાડી શકે છે. સરકાર

આ યોજનાઓ પર ઘટશે વ્યાજ

એપ્રીલ-જૂન 2020 ક્વાર્ટર માટે સરકાર પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમ્સ (SCSS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) સહિત અન્ય સ્કીમ્સ પર વ્યાજ ઘટાડવાની છે. સરકારી અધિકારીએ જણાવ્યું કે, રેપો રેટ અને સ્મોલ સેવિંગ્સના રેટનો તફાવત ખતમ કરવો પડશે. એટલા માટે સ્મોલ સેવિંગ્સના રેટમાં ઘટાડો કરવો પડશે. દુનિયાભરના શેર બજારોમાં જોરદાર કડાનો નોંધાયો છે. જે કારણે અમેરિકાના ફેડ રિઝર્વે રેટ ઘટ્યા હતા. અમેરિકાના ફેડ રિઝર્વે 3 માર્ચે ઈન્ટરેસ્ટ રેટ 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ઘટાડીને 1-1.25 ટકા કરી દેવામાં આવ્યો છે.

એપ્રિલ પહેલા ઘટશે વ્યાજ

ત્યાર બાદ આજે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજ દરમાં 0.50 ટકાનો કાપ મુકતા આને 0.25 ટકા કરી દીધો છે. તેનાથી RBI પર પણ રેટ ઘટાડવાનું દબાણ વધ્યું છે. અમુક એનાલિસ્ટ અપેક્ષા સેવી રહ્યા છે કે RBI એપ્રીલમાં થનાર મોનિટરી પોલિસી રિવ્યૂથી પહેલા જ વ્જાય ઘટાડવાનો નિર્ણય કરી શકે છે.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!