GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

સાવધાન: જો આ ધ્યાન ના રાખ્યું તો તમારા ધ્યાન બહાર તમારું એકાઉન્ટ જરૂર ખાલી થઈ જશે

ભારત સરકાર દેશમાં ડિજીટલ લેવડદેવડ માટે પ્રોત્સાહિત કરી રહી છે. વર્ષ 2021 સુધી દેશમાં ડીજીટલ લેવડદેવડમાં ચારગણું વધવાની આશા છે. સુરક્ષિત બેંકિગ સુવિધાઓ આપવા માટે ભારતીય બેંકોએ કેટલાક પગલાં ભર્યા છે. બેંક સમય સમય પર ફ્રોડ પર લગામ લગાવવા માટે દિશાનિર્દેશો જાહેર કરે છએ. પરંતુ તબ પણ ફ્રોડ કરનારા બેંક ખાતામાંથી પૈસા નિકાળી જ લે છે. ફ્રોડથી બચવા માટે અને સુરક્ષિત બેંકિગ માટે કેટલીક ખાસ બાબતો પર ધ્યાન રાખવું પડે છે. આવો એની ઉપર એક નજર કરીએ.

ઓનલાઈન એક્ટિવીટી કરતા ખાસ ધ્યાન રાખો

બેંકના પ્રતિનિધિઓ ક્યારેય ગ્રાહકોને ફોન અથવા ઇમેઇલ કરતા નથી. ધ્યાનમાં રાખો કે બેંક ના તો કોઈ જાતનું ઓનલાઇન ફોર્મ ભરાવે છે કે ના તો ફોન પર બેંક એકાઉન્ટ સાથએ જોડાયેલી બાબતોની જાણકારી માગે છે. તેથી, મેઇલ, એસએમએસ અથવા ફોન પર કોઈની સાથે બેંક ખાતાની માહિતી શેર કરશો નહીં.સુરક્ષિત બેંકિંગ માટે, ગ્રાહકોએ મોબાઇલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેંકિંગમાં ઓટીપી અથવા સેવ યુઝર આઈડી અથવા પાસવર્ડ જેવા વિકલ્પોને એનેબલ ના કરવા જોઈએ કારણ કે આ જોખમી સાબિત થઈ શકે છે.

સાઈબર એટેકનું જોખમ

ફિશિંગ એટેક એ સાયબર એટેકનો સૌથી જૂનો અને સહેલો રસ્તો છે. ફિશિંગ એટેકમાં ઇ-મેઇલ આઈડી પણ હેક કરવામાં આવી છે. આ માટે હેકર્સ તમારા મિત્રોના નામ અને વાયરસની લિંક્સવાળી બનાવટી ઇ-મેઇલ મોકલે છે. છેતરપિંડીથી બચવા તમારે ફિશિંગ ઇમેઇલ પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ અને ઓનલાઈન ચુકવણીમાં હંમેશાં વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) જ પસંદ કરવો જોઈએ. આ છેતરપિંડીની સંભાવનાઓને ઘટાડી શકે છે.સાયબર ક્રાઇમ ફ્રોડ કરનારા લોકોને આવી બીજી રીતે પણ ફસાવી રહી છે. વેરીફિકેશન ચકાસણીના નામે આવનારા ઈનકમિંગ ફોનથી સાવધ રહેવું. સામાન્ય રીતે પોતાને બેંકના પ્રતિનિધિઓ કહેતા ફોન કરનારાઓ કહે છે કે તેઓએ ચકાસણી માટે આ ફોન કર્યો છે. ગ્રાહકોએ સમય સમય પર એકાઉન્ટ તપાસવું જોઈએ. દરેક વખતે જ્યારે તમે કોઈ ટ્રાંઝેક્શન કરો છો ત્યારે તમારે તપાસ કરવી જોઈએ કે તમે યોગ્ય રકમ ચૂકવી છે કે નહીં કે તમને સંપૂર્ણ રકમ મળી છે કે નહીં.

નોટિફીકેશન ચાલુ રાખો, જેથી કંઈ પણ થાય તુરંત જ ધ્યાનમાં આવે

ગ્રાહકોએ હંમેશા સજાગ રહેવું જોઈએ. આ માટે, તમારા બેંક, ઇમેઇલ અને મેસેજની સૂચનાઓ ચાલુ રાખો, જેથી તમે એકાઉન્ટમાંથી કોઈપણ વ્યવહાર વિશે માહિતી મેળવી શકો અને જો કોઈ ફ્રોડ – કપટ થાય તો તમે તાત્કાલિક બેંકને જાણ કરી શકો છો.
તમારા યુપીઆઈ પિનને સાચવીને રાખો. કારણ કે તે છેતરપિંડીનું કારણ બની શકે છે. સાવચેતી માટે, યુપીઆઈ પિનનો ઉપયોગ ફક્ત ભીમ યુપીઆઈ જેવા સુરક્ષિત એપ્લિકેશન પર કરો. કોઈ વેબસાઇટ અથવા ફોર્મમાં યુપીઆઈ પિન નાંખવા માટે લિંક આપવામાં આવે તો તેને ટાળો. યુપીઆઈ પિન એટીએમ પિન જેવું જ છે. તેથી તે કોઈની સાથે શેર કરશો નહીં. આમ કરીને, છેતરપિંડી કરનારાઓ તેનો દુરૂપયોગ કરીને તમને ગેરમાર્ગે દોરી શકે છે.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!