જો તમે પણ SBI ના ગ્રાહક છો તો તમારા માટે ખુશખબર છે. હવે ઘરેબેઠા જ તમે બેન્કની આ સુવિધાઓનો લાભ લઈ શકો છો ચાલો જાણીએ કેવી રીતે? જો તમે ઈચ્છો તો તમારા બેંક ખાતાના બેલેન્સ તેમજ અગાઉના 5 વ્યવહારો વિશે પણ માહિતી મેળવી શકો છો. તમારે આ માટે બેન્કના ટોલ-ફ્રી નંબર પરથી કોન્ટેક્ટ કરવું પડશે. આ નંબર પર મેસેજ કરીને તમે તમારા બેંક ખાતાની બેલેન્સ ડિટેલ્સ પણ મેળવી શકો છો. SBI એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અંગે ટ્વીટ કર્યું હતું તો ચાલો જાણીએ.

આ નંબર પર કરો કોલ :
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે મોબાઇલ પર અનેક સેવાઓ શરૂ કરી છે. હવે ગ્રાહક ઘરેબેઠા ફોન કોલ પર ઘણી સેવાનો લાભ લઈ શકે છે. આ માટે તમે એસબીઆઈના ટોલ ફ્રી નંબર 1800 1234 પર કોલ કરીને તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ જાણી શકો છો.
Stay safe at home, we are there to serve you. SBI provides you a contactless service that will help you with your urgent banking needs.
— State Bank of India (@TheOfficialSBI) January 20, 2022
Call our toll free number 1800 1234.#SBIAapkeSaath #StayStrongIndia #SBI #StateBankOfIndia #IVR #AzadiKaAmritMahotsavWithSBI #AmritMahotsav pic.twitter.com/QZNzVgPzYd
ફાયદા :
- તમે આ નંબર પર મેસેજ કરીને તમારા બેંક ખાતાની બેલેન્સ વિગતો પણ મેળવી શકો છો.
- તમે આ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ખોવાયેલું કે તૂટેલું એટીએમ કાર્ડ ફરી મેળવી શકો છો ને સાથે જ તમારા વર્તમાન એટીએમ કાર્ડને બ્લોક કરી શકો છો.
- આ નંબર પરથી તમે તમારો એટીએમનો પિન નંબર પણ સેટ કરી શકો છો.
- એટીએમ કાર્ડ બ્લોક થયા બાદ તમે નવા એટીએમ કાર્ડ માટે આ જ નંબરની મદદ લઈ શકો છો.
- એસબીઆઈનું કહેવું છે કે કોલ સર્વિસ ગ્રાહકોને કોઈના સંપર્કમાં આવ્યા વિના બેંકોનું કામ સંભાળવાની સુવિધા આપશે.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં