GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

હવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ, Whatsappમાં આવ્યું આ જોરદાર ફીચર

QR

દુનિયાની પોપ્યુલર મેસેજિંગ એપ Whatsappએ ગત અઠવાડિયે જ કેટલાંક નવા ફીચર્સનું એલાન કર્યુ છે. એનિમેટેડ સ્ટિકર્સ, Whatsapp વેબ માટે ડાર્ક મોડ લાવવામાં આવ્યો છે અને KaiOS જેવી ઓપરેટિંગ સિસ્ટમ વાળા ફોન્સ માટે સ્ટેટસ ફીચર્સ આવી ગયાં છે. હવે ટૂંક જ સમયમાં સામાન્ય યુઝર્સ માટે QR Codeનો સપોર્ટ આવશે. આ ફીચર આવવાથી Whatsapp પર નંબર સેવ કરવાની રીત સંપૂર્ણ રીતે બદલાઇ જશે.

whatsapp

કંપની આ ફીચરને ઘણાં મહિનાથી ટેસ્ટ કરી રહી છે. કેટલાંક  Whatsapp બીટા યુઝર્સને આ ફીચર ગત વર્ષે જ મળી ગયું હતુ. હવે તેને ટૂંક સમયમાં તમામ યુઝર્સ માટે જારી કરી દેવામાં આવશે. તે બાદ તમામ યુઝર્સનો પોતાનો યુનિક QR Code હશે, જેને અન્ય યુઝર્સ સ્કેન કરીને પોતાના ફોનમાં નંબર સેવ કરી શકશે. તો ચાલો તમને જણાવીએ કે આ ફીચર કેવી રીતે કામ કરશે.

WhatsApp

આ રીતે કામ કરશે QR Code

Whatsapp યુઝર્સની પ્રોફાઇલની બાજુમાં એક QR Code આવશે. આ કોડને જોવા માટે યુઝચર્સને એપની સેટિંગમાં જવાનુ છે, જ્યાં પ્રોફાઇલ નેમ અને પિક્ચર સાથે આ કોડ પણ મળશે. જો તમે QR Codeના આઇકોન પર ટેપ કરશો તો તે My Codeના નામની એક ટેબમાં ઓપન થઇ જશે. આ કોડ તમે અન્યો સાથે પણ શેર કરી શકશો.

WhatsApp

My Codeની બાજુમાં યુઝર્સને Scan Codeનો ઓપ્શન જોવા મળશે. જેના દ્વારા તમારા ફોનનો કેમેરા ઓપન થઇ જશે. જેથી તમે કોઇ અન્ય યુઝરનો કોડ સ્કેન કરી તેનો નંબર પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરી શકશો. એટલે કે હવે તમારે નંબર ટાઇપ કરવાની જરૂર નથી. ગત અઠવાડિયે આ ફીચરની પણ ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ હજુ તે તમામ યુઝર્સને મળવાનું બાકી છે. તે આવનારા કેટલાંક અઠવાડિયાઓમાં યુઝર્સ સુધી પહોંચી શકે છે.

Read Also

Related posts

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!