આપણામાંના ઘણા લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp નો ઉપયોગ કરે છે. અહીં એવાં કેટલાક કામના સ્ટેપ્સ જણાવીશું, જેના પગલે તમે WhatsAppનો ઉપયોગ કરીને સરળતાથી મોબાઇલ ડેટા સેવ કરી શકશો.
ઓટો સેવ ચેટ બંધ કરો
તમે WhatsAppમાં જેની સાથે ચેટ કરો છો તેને ઓટો સેવ કરી શકો છો. પરંતુ જો તમે ચેટને ઓટો સેવ કરવા માંગતા નથી, જેથી ફોનની મેમરી સમાપ્ત ન થાય, તો તમારે ચેટનું ઓટો બેકઅપ બંધ કરવું પડશે. આ માટે, WhatsAppના સેટિંગ્સ પર જાઓ અને ચેટ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી, ચેટ બેકઅપ પર ક્લિક કરો અને ઓટો બેકઅપ પર જાઓ અને ઓફ ક્લિક કરો. વિડિયોને શામેલ કરવાનો એક વિકલ્પ પણ છે, જેનો અર્થ છે કે તમે ફક્ત ચેટને જ સાચવી શકો છો, ચેટનો વિડિયો સાચવશો નહીં કારણ કે વિડિયો ડાઉનલોડ કરવામાં ડેટા ખર્ચ થાય છે અને મેમરી પણ ભરેલી રહે છે.

WhatsApp કોલમાં આ રીતે સેવ કરો ડેટા
જો તમે વોટ્સએપ પરથી ઘણા બધા કોલ કરો છો, તો તેનો ડેટા પણ ખર્ચ થાય છે. WhatsApp કોલ્સમાં ડેટા સેવ કરવા માટે તમારા ફોનમાં સેટિંગ્સ પણ છે. જો કે, આ વિકલ્પને ક્લિક કરવાથી ઓડિઓ અને વિડિયો કોલ્સની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે. આ માટે પહેલા WhatsApp સેટિંગ્સ પર ક્લિક કરો. પછી ડેટા અને સ્ટોરેજ યુઝ પર ક્લિક કરો. પછી કોલ સેટિંગ્સ પર જાઓ અને ઓછા ડેટા યુઝને ચાલુ કરો.
WhatsApp ઓટો ડાઉનલોડ ફાઇલ સેવ ન કરો
જો તમે WhatsAppનો ઉપયોગ કરતી વખતે ડેટા બચાવવા માંગતા હો, તો ઓટો ડાઉનલોડમાંથી WhatsAppમાં આવતા ફોટા, વીડિયો,ઓડિઓ અને અન્ય દસ્તાવેજોને દૂર કરો. આ માટે, તમારે સેટિંગ્સ બદલવું પડશે અને પછી ચેટમાં મીડિયા ફાઇલો ઓટો ડાઉનલોડ થશે નહીં અને સાચવવામાં આવશે નહીં. આ વિકલ્પ સાથે, ઘણો બધો ડેટા સેવ થઈ જાય છે અને ફોનની મેમરી પણ બચે છે.

આ માટે, WhatsAppનાં સેટિંગ્સ પર જાઓ અને ડેટા અને સ્ટોરેજ વપરાશ પર ક્લિક કરો. સૌ પ્રથમ, મીડિયા ઓટો ડાઉનલોડ દેખાશે જેમાં ફોટો, ઓડિઓ, વિડિઓ અને દસ્તાવેજોનાં વિકલ્પો છે. તેના પર ક્લિક કરવાથી ત્રણ વિકલ્પો બતાવવામાં આવશે, પહેલું નેવર, બીજું વાઇ-ફાઇ અને ત્રીજું વાઇ-ફાઇ અને સેલ્યુલર. જો તમે ફક્ત નેવર પર ક્લિક કરો છો, તો તમારી કોઈપણ મીડિયા ફાઇલો ઓટો સેવ નહીં થાય અને ડેટા પણ બચેલો રહેશે.
READ ALSO
- કામના સમાચાર/ શું તમે પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે મોટો ફાયદો
- LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 13 જિલ્લા પંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- નગર પાલિકા રિઝલ્ટ/ આપે ખોલાવ્યું ખાતુ, ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?