GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લૉકડાઉન દરમિયાન પૂરો નહી થાય Data, ટ્રાય કરી જુઓ આ ટ્રિક્સ

નંબર

Corona વાયરસ સંક્રમણના કારણે પેદા થયેલી મહામારીની સ્થિતિમાં ભારતમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. તમામ લોકોને ઘરમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે. તેવામાં સ્લો ઇન્ટરનેટ કે લિમિટેડ મોબાઇલ data સૌથી મોટી પરેશાની છે. પછી તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હોવ, અભ્યાસ કરી રહ્યાં હોવ કે પછી ઓનલાઇન મૂવી કે વીડિયો જોઇ રહ્યાં હોવ. તેવામાં data પૂરો થઇ જવો કે નેટ સ્લો થઇ જવુ કોઇને પણ પરેશાન કરી શકે છે. જો કે તેને રોકવા માટે કેટલીક ટ્રિક્સ અજમાવી શકાય.

સ્લો સ્પીડ ઉપરાંત અનેક કંપનીઓ તરફથી પ્લાન્સ પર FUP લિમિટ લગાવવામાં આવે છે. તેવામાં તમારો data લિમિટેડ હોય છે અને નિશ્વિત લિમિટ પર પહોંચ્યા બાદ ઇન્ટરનેટ સ્પીડ સ્લો કરી દેવામાં આવે છે. તેવા ઘણાં પ્લાન્સમાં FUP લિમિટ બાદ મળતી સ્પીડ એટલી સ્લો હોય છે કે તેની મદદથી વૉટ્સએપ પર ફોટો કે મીડિયા ફાઇલ્સ સુદ્ધાં સેન્ડ નથી કરી શકાતી. ભારતામાં 63 કરોડથી વધુ લોકો મોબાઇલ dataનો ઉપયોગ કરે છે, જેની ડેઇલી લિમિટ મોટાભાગના પ્લાન્સ માટે 1.5 કે 2 જીબી ડેઇલી હોય છે. આ લિમિટ વીડિયો સ્ટ્રીમિંગ કરવાના ગણતરીના કલાકોમાં પૂરી થઇ જાય છે.

જો તમે ઇચ્છતા હોવ કે લૉકડાઉનની સ્થિતિમાં તમારુ બ્રોડબેન્ડ કે મોબાઇલ data પૂરો ન થાય અને સ્માર્ટફોન પર એન્ટરટેઇનમેન્ટ કોઇ અડચણ વિના ચાલુ રહે તો તમારે કેટલીક ટ્રિક્સ અજમાવી જોઇએ.

ઑન કરો data સેવર ફીચર

તમારા સ્માર્ટફોનમાં data સેવર ફીચરને એનેબલ કરવો data યુસેજને કંટ્રોલ કરવાની સૌથી સરળ ટ્રિક છે. તેના માટે તમારા ફોનની સેટિંગ્સમાં જઇને data સેવર સર્ચ કરો અને તેની સામે દેખાતા ટૉગલને એનેબલ કરી દો.

લિમિટ કરો બેકગ્રાઉન્ડ data યુઝ

તમે અલગ-અલગ એપ્સ તરફથી બેકગ્રાઉન્ડમાં યુઝ કરવામાં આવતો data પણ કંટ્રોલ કરી શકાય છે. તેના માટે સેટિંગ્સ ઓપન કર્યા બાદ એપ્સમાં જાઓ અને કોઇ એપને સિલેક્ટ કરો. અહીં મોબાઇલ data એન્ડ વાઇ-ફાઇ પર ટેપ કરો. તે બાદ બેકગ્રાઉન્ડ dataને ડિસેબલ કરી દો.

વૉટ્સએપમાં મીડિયા ઓટોડાઉનલોડ કરો ડિસેબલ

મેસેજિંગ પ્લેટફોર્મ વૉટ્સએપ પર આપમેળે ફોટો, વીડિયો અને બાદી મીડિયા ફાઇલ્સ ડાઉનલોડ થવાના કારણે પણ data ખર્ચ થાય છે. તેને ડિસેબલ કરવા માટે એપની સેટિંગ્સમાં જાઓ અને data એન્ડ સ્ટોરેજ યુસેજ પર ટેપ કરો. તે બાદ ઓટોડાઉનલોડ સેક્શનમાં When using mobile data ઓપ્શન પર ટેપ કરીને તમામ ઓપ્શન ડિસેબલ કરી દો.

સ્ટ્રીમિંગ્સ એપ્સમાં બદલો સેટિંગ્સ

તમે જે પણ સ્ટ્રીમિંગ એપની મદદથી વીડિયો અથવા મૂવી જુઓ છો, તેની કેટલીક સેટિંગ્સમાં બદલાવ કરવો પણ જરૂરી છે, નહીં તો કેટલાંક કલાક અથવા તો કેટલીક મિનિટ્સમાં તમારો ડેલી data પૂરો થઇ જશે. તમારે પ્લે કર્યા બાદ વીડિયો સેટિંગ્સમાં જઇને વીડિયો ક્વોલીટી લૉ પર સેટ કરી દો. આ ઉપરાંત એપ સેટિંગ્સમાં મોબાઇલ data યુસેજમાં જઇને સેવ data ઓપ્શનને સિલેક્ટ કરીને data સેવર ઓન કરી દો.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!