ગંગા સફાઈ માટે અભિયાન કરનારા સ્વામી સાનંદના નિધને સાબિત કરી બતાવ્યુ કે, ગંગા સફાઈ માટે રાજનીતિ કરનાર નેતાઓ નકલી રાજનીતિ કરી રહ્યા છે. સાનંદના નિધન બાદ ગંગાને પ્રેમ કરનારાઓનો ગંગા પ્રેમ જાહેર ચોકમાં ખુલો પડ્યો છે. પ્રોફેસર જીડી અગ્રવાલ તરીકે જાણીતા ગંગા પુત્ર સ્વામી સાનંદ હમેશા માટે મૌન થઈ ગયા.
સ્વામી સાનંદના નિધન બાદ દેશમાં ગંગા સફાઈ માટે અભ્યાન કરનારનો એક સુરજ અસ્ત પામ્યો છે. સ્વામી સાનંદ પહેલા જળવાયુ અને પ્રદુષ્ણ માટે સ્વામી નિગમાનદ અને ગોકુલાનંદે પણ અનશન કર્યા હતા. સ્વામી નિગમાનંદે ગંગા નદીમાં થઈ રહેલા ખનન મામલે 114 દિવસ સુધી અનશન કર્યા હતા. અને અનશન દરમ્યાન તેમનું મોત થયુ હતું. સ્વામી નિગમાનંદે 13 જૂન 2011ના રોજ દહેરાદૂનમા આવેલી જોલીગ્રાન્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતો. સ્વામી નિગમાનંદના નિધન બાદ સીબીઆઈને તપાસ પણ સોંપવામા આવી હતી.
આ યાદીમાં બીજુ નામ સ્વામી ગોકુળાનંદનું છે. તેમણે 1998માં ગંગામાં થઈ રહેલા ખનનો વિરોધ કરી અનશન કર્યા હતા. જુદાં-જુદાં સમયે અનશન કરી કરીને આંદોલન કરી રહેલા સ્વામી ગોકુળાનંદનું નિધન 2013માં થયું હતું. તેમનો મૃતદેહ નૈનીતાલના બામનીમાંથી મળી આવ્યો હતો. તેમને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યા હતા.
સરકાર ભલે ગંગા સફાઈના દાવા કરે પરંતુ વાસ્તવિકતા કઈક અલગ છે. ત્યારે ગંગા સફાઈની વાતો માત્ર કાગળ પર રહી ગઈ છે. પરંતુ ગંગા હજી પણ ગંદકીથી ખદબદી રહી છે.
ગંગા સફાઈ માટે નમામી ગંગા પ્રોજેક્ટની જાહેરાત કરનારી સરકારે છેલ્લા બે વર્ષમાં કોઈ બેઠક કરી નથી. ગાયની જેમ ગંગા હમેશા રાજકારણનો મુદો બનતી આવી છે. ગંગા માટે મગરમચ્છના આસુ સારતી સરકારે અવિરત ગંગા સફાઈના કથીત દાવા કર્યા છે.
ગંગા માટે બલિદાન આપનારા સ્વામી સાનંદનો આરોપ હતા કે, વિપક્ષમાં હતા ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતા તેમના સુર બદલાઈ ગયા. વિપક્ષમાં હતા ત્યારે તેમણે હમેશા ગંગાની ચિંતા કરી. એવુ નથી કે, પીએમ મોદી સ્વામી સાનંદને નહોતા ઓળખતા નહોતા. તેમને મોદી સરકારના તમામ મંત્રીઓ સારી રીતે ઓળખતા હતા.
2012માં અનંશન કરી રહેલા સ્વામી સાનંદ માટે નરેન્દ્ર મોદીએ 20 માર્ચ, 2012માં એક ટ્વિટ પણ કર્યુ હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે,
સ્વામી સાનંદને આશા હતી કે, ગંગાને 2014માં ચૂંટણીનો મુદો બનાવનાર પીએમ મોદી ગંગા માટે ઠોસ પગલા ભરશે. પરંતુ એમાનું કોઈ કામ પુરતા પ્રમાણમાં થયું નથી. લોકસભાની ચૂંટણી બાદ પીએમ મોદીએ ગંગા પર ભાષણ પણ આપ્યું હતું.
પીએમ મોદીએ સત્તામાં આવ્યા બાદ માઁ ગંગાની આરતી પણ ઉતારી હતી અને ગંગાની સફાઈ માટે મે, 2015માં સરકારે નામામી ગંગે પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જેના માટે 20 હજાર કરોડની ફાળવણી કરવામા આવી હતી
ગંગા સફાઈ માટે અભિયાન ચલાવતી સરકાર ગંગાની સફાઈ કરવામાં નિષ્ફળ ગઈ છે. આજે પીએમ મોદીના ભાષણાં પણ મા ગંગા સુકાઈ રહી છે. ભાષણમાં સુકાઈ ગયેલી ગંગા હવે વધારે ગંદકીથી ખદબદી રહી છે.