જો મોટી બચતની સાથે સાથે નાની બચતો પર પણ ધ્યાન આપવામાં આવે તો તમારે ભવિષ્યમાં ફાઇનાન્સ સાથે સંબંધિત પરેશાનીઓનો સામનો નહી કરવો પડે. જો તમે દરરોજના ખર્ચમાંથી પોતાના બાળકના નામે 100 રૂપિયાની બચત કરી લો તો ફક્ત 15 વર્ષમાં તેના માટે 34 લાખ રૂપિયા ભેગા થઇ જશે. બચત જેટલી જલ્દી શરૂ કરશો, તમને તેટલો જ વધુ ફાયદો થશે. તેમાં તમને મ્યુચ્યુઅલ ફંડની કેટલીક જબરદસ્ત સ્કીમ કામમાં આવશે. ચાલો તમને જણાવીએ કે 15 વર્ષમાં તમે કેવી રીતે 34 લાખ રૂપિયા ભેગા કરી શકો છો…
મ્યુચ્યુઅલ ફંડમાં મળે છે જબરદસ્ત રિટર્ન
માર્કેટમાં રોકાણના અનેક વિકલ્પ છે પરંતુ જો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે તો અહીં વધુ સારુ રિટર્ન મળે છે. ઘણાં એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે જેને લોન્ચ બાદથી અથવા ગત 15થી 20 વર્ષમાં 20 ટકા અથવા તેથી વધુના વાર્ષિક દરે રિટર્ન આપ્યા છે. જો તમે થોડુ રિસ્ક લેવા તૈયાર હોવ તો તમારા માટે આ સારો વિકલ્પ છે. રોકાણનો દ્રષ્ટિકોણ લાંબો રાખશો તો બજારમાં જોખમ પણ કવર થઇ જાય છે.

100 રૂપિયાની બચતથી આ રીતે ઉભુ કરો 34 લાખનું ફંડ
તમારે તમારા બાળકના નામે દરરોજ 100 રૂપિયા એટલે કે મહિનામાં 3000 રૂપિયાનું SIP કરવાનું છે. આ રોકાણ 15 વર્ષ સુધી કરવાનું છે. જો અહીં વાર્ષિક 20 ટકાના દરે રિટર્ન મળે તો 15 વર્ષમાં તમારુ રોકાણ વધીને આશરે 34 લાખ રૂપિયા થઇ જશે. 15 લાખમાં તમે કુલ 5.40 લાખ રૂપિયા રોકાણ કરશો જે વધીને 34 લાખ થઇ જશે. તેનો અર્થ તમને કુલ 28.60 લાખ રૂપિયાની વધારાની કમાણી થશે.

એક્સપર્ટ્સનું કહેવુ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને થોડુ થોડુ રોકાણ કરીને મોટુ ફંડ તૈયાર કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે રિસ્ક થોડુ ઓછુ હોય છે. મ્યુચ્યુઅલ ફંડનો સૌથી વધુ ફાયદો એ જ છે કે અહીં તમારા રૂપિયાને અલગ-અલગ કંપનીઓમાં લગાવી શકાય છે. પરિણામે અલગ-અલગ સ્ટોક અને બોન્ડ્સમાં તમારા રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે. તેનો ફાયદો એ જ છે કે જો કોઇ એક કંપનીમાં લગાવેલા રૂપિયા ડૂબી જાય તો બાકી જગ્યાએથી થયેલો લાભ તેને કવર કરી શકાય છે.

વધુ સારુ રિટર્ન આપતા ફંડ
કેટલીક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે રોકાણકારોને 15થી 20 વર્ષમાં 20 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. સુંદરમ મિડકેપ ફંડમાં 25.64 ટકા, ફ્રેંકલિન ઇન્ડિયા પ્રાઇમા ફંડમાં 21.28 ટકા, આદિત્ય બિરલા સન લાઇફ ઇક્વિટી ફંડમાં 18.80 ટકાનું રિટર્ન મળે છે.
Read Also
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ