GSTV

સાવરકર માફી માગીને જેલમાંથી બહાર નીકળ્યા અને બ્રિટીશરોની ભાગલા પાડો રાજ કરોની નીતિને આગળ વધારી : દિગ્વિજય સિંહ

વીર સાવરકર પરના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. શિવસેના અને ભાજપના નેતા રાહુલ ગાંધીને ઘેરવાના પ્રયાસો કરી રહ્યાં છે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે અમે સાવરકરનું સન્માન કરીએ છીએ. દિગ્વિજયે કહ્યું કે દામોદર રાવ સાવરકરના જીવનમાં બે મહત્વની વાત છે, એક તે જ્યારે બ્રિટિશ શાસન વિરૂદ્ધ લડતા તેમને સજા થઈ અને કાળાપાણી મોકલવામાં આવ્યા. જ્યારે સાવરકરના જીવનનો બીજો મુદ્દો માફી માગીને જેલમાંથી બહાર નીકળવાનો છે. દિગ્વિજયે કહ્યું કે તેઓએ માફી માગીને જેલમાંથી બહાર નીકળ્યા બાદ તેઓએ પોતાનો સમય દેશમાં બ્રિટિશ શાસનની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને આગળ વધારી. દિગ્વિજયે વધુમાં કહ્યું કે જે વ્યક્તિ દેશ માટે લડ્યા છે અમે તેમનું સન્માન તો કરીએ છીએ પરંતુ માફી માગવી તે એક અલગ ઈતિહાસ છે.

READ ALSO

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!