GSTV

રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં WWEના પહેલવાનની એન્ટ્રી

રણબીર

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર નજીકના ભવિષ્યમાં બ્રહ્માસ્ત્ર સાથે ધમાકેદાર પુનરામગન કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની ચર્ચા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ અંગે સમાચાર આવ્યા છે કે તેમાં WWE પહેલવાન સૌરભ ગુર્જર પણ કામ કરવાના છે. બ્રહ્માસ્ત્રમાં તે વિલનનો રોલ કરશે.

સૌરભ ગુર્જર મહાભારતમાં ભીમનો રોલ કરી ચૂક્યા છે

WWE

આ અગાઉ સૌરભ ગુર્જર મહાભારતમાં ભીમનો રોલ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે વાલી અને રાવણનો રોલ પણ કર્યો હતો. સૌરભ ગુર્જર નેશનલ કિક બોક્સિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેઓ મધ્ય પ્રદેશના ગ્વાલિયરના રહેવાસી છે અને તેમના પરિવારમાં અન્ય ઘણા લોકો પહેલવાન છે.

ફિલ્મમાં સાથે દેખાશે રણબીર આલિયાની જોડી

બ્રહ્માસ્ત્રમાં રણબીરની સાથે અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. રણબીર અને આલિયાની જોડી આ ફિલ્મમાં સાથે દેખા દેશે તેનાથી બંનેના ફેન્સ પણ એક્સાઇટ થઈ ગયા છે. બ્રહ્માસ્ત્ર આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થનારી છે.

Read Also

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!