GSTV

કોલકાતાના નિર્જન રસ્તાઓ જોઈ ઉદાસ થયા ગાંગુલી, ટ્વીટ કરી કહ્યુ…

કોરોના વાયરસના કારણે પશ્વિમ બંગાળ બંધની સ્થિતિમાં આવી ગયુ છે. રાજ્યની રાજધાની કોલકાતાના નિવાસી BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ મંગળવારે કહ્યુ હતુ કે, ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે, આ શહેર આ સ્થિતિમાં હશે કે, રસ્તાઓ પર એક પણ માણસ નહી હોય.

ગાંગુલીએ ટ્વીટ કરી લખ્યુ

ગાંગુલી (Sourav Ganguly) એ કોલકાતાના કેટલાક ફોટાની સાથે ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ક્યારેય પણ વિચાર્યુ ન હતુ કે, હું મારા શહરેને આ રીતે જોઈશ. સુરક્ષિત રહિએ. આ જલ્દી જ સારુ થઈ જઈશે. તમને બધાને મારો પ્રેમ.

દુનિયાભરમાં ખેલ આયોજન સ્થિગત

કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં બધા જ લોકો પોતાના ઘરમાં છે અને જે લોકો બહાર આવી રહ્યા છે, પોલીસ તેમને પરત મોકલી રહી છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે દુનિયાભરમાં ખેલ આયોજનને સ્થિગત છે અને રદ કરી દેવામાં આવ્યા છે.

IPL ટૂર્નામેન્ટને પણ રદ કરાશે

કોરોનાના કારણે ભારતના સૌથી વધારે ભાગમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. આ જાનલેવા બીમારીનો પ્રકોપ ઓછો થયો નહી તો, આ વખતની IPL ટૂર્નામેન્ટને રદ કરવામાં આવી શકે છે.

રમતની ટૂર્નામેન્ટ્સને નિલંબિત કરાઈ

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 530 થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે કે, 10 લોકોની મોત પણ થઈ ચૂકી છે. ભારતના વધારે પડતા ભાગમાં કેટલીક જરૂરી સુવિધાઓને છોડીને 31 માર્ચ સુધી લગભગ બધા જ પ્રકારની સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. ભારતમાં બધા જ પ્રકારની રમતની ટૂર્નામેન્ટ્સને વાયરસ ફેલાવવાના ડરથી નિલંબિત કરી દેવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

સોશિયલ મીડિયા પર ભૂલથી પણ ના કરતા ટિકા-ટીપ્પણી, અમદાવાદનો યુવક જેલભેગો થયો

pratik shah

રાજસ્થાનમાં કોરોનાને પગલે લોકડાઉન વચ્ચે જામ્યા રામનવમીના મેળા, લોકોને અટકાવવામાં ગહેલાત સરકાર નિષ્ફળ

Pravin Makwana

સુરતના રાંદેર વિસ્તારની 45 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આ લોકોને કરાયા હોમ ક્વોરંટિન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!