GSTV
Rajkot Trending ગુજરાત

દોઢ માસથી ૪૦૦૦થી વધુ સભા-રેલીઓમાં એકંદરે નિરસ ચૂંટણી પ્રચાર, સૌરાષ્ટ્રની ૪૮ બેઠકોના ૪૫૨ ઉમેદવારોનું ભાવિ ૧.૨૭ કરોડ મતદારોના હાથમાં

એકેય પક્ષનો ગઢ નથી તેવા સૌરાષ્ટ્રની  નિર્ણાયક ૪૮ બેઠકો જીતવા દિગ્ગજ નેતાઓએ ભાષણોનો,પ્રચારનો મારો ચલાવ્યો હતો પરંતુ, મોંઘવારીથી ત્રસ્ત લોકો એકંદરે નિરુત્સાહ રહ્યા છે ત્યારે આવતીકાલે સૌરાષ્ટ્રમાં ચૂંટણી લડતા ભાજપ,કોંગ્રેસ,આપ દરેકના ૪૮ સહિત ૪૫૨ ઉમેદવારોનું ભાવિ વિજાણુ મતદાન યંત્ર (ઈ.વી.એમ.)માં કેદ થશે.

૬૭૩૧૦ ચૂંટણી સ્ટાફ, ૧૩,૪૬૨ મતદાન મથક, ૫૦ હજારથી વધુ સુરક્ષા કર્મી

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાની સૌથી વધુ ૮ અને પોરબંદર,બોટાદ,દ્વારકા જિલ્લાની બે-બે બેઠકો છે. કૂલ ૪૮ ધારાસભા મતવિસ્તાર માટે ૧૩,૪૬૨ મતદાન મથકો નક્કી કરાયા છે જેનો ચૂંટણી સ્ટાફે આજે રાત્રે જ કબજો સંભાળી લીધો હતો. આ કામગીરી માટે ૬૭,૩૧૦ સરકારી કર્મચારીઓને પોલીંગ સ્ટાફ તરીકે ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે અને આશરે ૫૦ હજારથી વધુ પોલીસ,આર્મી સહિતના જવાનો બંદોબસ્ત જાળવશે. સૌરાષ્ટ્રમાં કૂલ ૬૫.૮૯ લાખ પુરુષો અને ૬૧.૭૩ લાખ સ્ત્રી (દર ૧૦૦૦ પુરુષોએ ૯૩૬ સ્ત્રી) સહિત કૂલ ૧,૨૭,૬૨,૭૯૫ને મત આપવાનો અધિકાર છે.

અનેકવિધ પ્રયાસો છતાં પ્રચાર ગત ચૂંટણી કરતા પણ વધુ નિરસ રહ્યો

દોઢ-બે માસથી નેતાઓએ લોકોને પોતાની તરફ વાળવા લોકો સુંદર સપનામાં સરી પડે તેવા ભાષણો કર્યા છે. ૪૦૦૦ થી વધુ સભા,રેલીઓ યોજાઈ છે. કોઈકે ફ્રી સેવાની વાતો કરી તો કોઈએ મોટા મોટા વિકાસકામોની વાતો કરી તો કોઈએ ધર્મની વાતો કરી તો કોઈએ ભ્રષ્ટાચારની ટીકા કરી પરંતુ, કોઈએ ટેક્સનો બોજ ઘટાડવા કે મોંઘવારી ઘટાડવાની નક્કર વાત કરી નથી. ચૂંટણી પ્રચારમાં લોકોને રસ લેતા કરવા અનેકવિધ પ્રયાસો છતાં પ્રચાર ગત ચૂંટણી કરતા પણ વધુ નિરસ રહ્યો છે.

પોતાના તરફી વધુ મતદાન માટે પ્રયાસો કર્યા

દિગ્ગજ નેતાઓની સભાઓમાં પણ લોકો ઉમટયા નથી. આ સિૃથતિમાં લોકો આવતીકાલે સૌથી શ્રેષ્ઠ આૃથવા સૌથી ઓછો ખરાબ ઉમેદવાર પસંદ કરવા અને કોઈ યોગ્ય ન લાગે તો નોટાને મત આપવા નિર્ણય લઈને મતદાન કરશે. ચૂંટણી તંત્રે આજે પણ મોબાઈલ ફોન પર મેસેજો મોકલીને મતદાન અચૂક કરવા અપીલો કરી છે. નેતાઓએ  વધુ મતદાન માટે જ નહીં પણ પોતાના તરફી વધુ મતદાન માટે પ્રયાસો કર્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર

Akib Chhipa

Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ

Siddhi Sheth

વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ

Nakulsinh Gohil
GSTV