GSTV

હદ કરી/ કોંગ્રેસના એવા સૂપડાં થયાં સાફ કે અહીં તો શહેર કોંગ્રેસ પ્રમુખ પણ ના બચાવી શક્યા સીટ, સૌરાષ્ટ્રમાં વધ્યો કેસરિયાનો દબદબો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપે કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. ચૂંટણી પરિણામો બાદ ભાજપે ઢોલ-નગારાના નાદ સાથે વિજયોત્સવની ઉજવણી કરી છે. સમર્થકોએ વિજેતા ઉમેદવારોને હારતોરા કરી અભિનંદન પાઠવ્યા છે. વોર્ડ નંબર-1ના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ અન્ય વિજેતા ઉમેદવારોએ ભાજપની જીત બદલ ખુશી વ્યક્ત કરી. સાથે જ રાજકોટમાં પ્રજાને આપેલા વચનો પૂરા કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

કારમો પરાજય થતાં કોંગ્રેસ છાવણીમાં સ્તબ્ધતા છવાઇ ગઇ

રાજકોટમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં કોંગ્રેસ છાવણીમાં સ્તબ્ધતા છવાઇ ગઇ છે. ચૂંટણી પરિણામો બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે હાર સ્વીકારી લીઘી છે. અશોક ડાંગરે જણાવ્યું કે પ્રજાએ આપેલો ચુકાદો અમે માથે ચડાવીએ છીએ. કોંગ્રેસ નવેસરથી રણનીતિ ઘડી ભાજપને પડકાર આપશે. શહેર કોંગ્રેસ અશોક ડાંગરે હાર સ્વીકારી છે. વોર્ડ 17ના રિઝલ્ટ પૂર્વે જ કોંગ્રેસના અશોક ડાંગરે હાર સ્વીકારી લીધી હતી. એમને એમ પણ જે કહ્યું જે મત મળી રહ્યા છે તે અચંબો આપનાર છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત કેસરિયો લેહરાયો છે.

ગુજરાતના સૌથી મોટા ૬ શહેરોમાં સરેરાશ ૪૧% મતદાન થયું

ગુજરાત રાજ્ય ની ૬ મહાનગર પાલિકાઓ એટલે કે ગુજરાતના સૌથી મોટા ૬ શહેરોમાં આજે સરેરાશ ૪૧% મતદાન થયું.  એટલે સમજીએ…. કુલ ૧૦૦ વ્યક્તિઓ પૈકી માત્ર ૪૧ વ્યક્તિઓએ મતદાન કર્યું અર્થાત ૫૯ વ્યક્તિઓ ( બહુમતી ) મત આપવા ગયા જ નહિ. હવે ૪૧ પૈકી ૨૧ મત મળે એટલે એ જીતનાર થઇ ગયો અને ૨૦ મત મળે એટલે એ હારનાર થઇ ગયો પરંતુ સંપૂર્ણ  ચિત્રના સંદર્ભમાં જોઈએ તો કુલ ૧૦૦ પૈકી માત્ર ૨૧ મત મેળવનાર ( અર્થાત જીતનાર ) હવે સાશક બનશે.

છ મહાનગરપાલિકાના ચૂંટણ પરિણામમાં ભાજપનો ભગવો ફરી લહેરાયો

તો ગુજરાતમાં છ મહાનગરપાલિકાના ચૂંટણ પરિણામમાં ભાજપનો ભગવો ફરી લહેરાયો છે. કોંગ્રેસને ખાસ કંઇ ઉકાળી શકી નથી. તો બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે. જીત બાદ વિજેતા ઉમેદવારોએ જનતાનો આભાર માન્યો હતો. જ્યારે કે પાર્ટીના કાર્યકરોએ આ જીતની ઉજવણી કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

Mansi Patel

મોરબી અને ગોધરાને મળી આ ભેટ/ કોરોનાકાળમાં આ મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાયું, થઈ ગયાં બખ્ખાં

Pritesh Mehta

રાહતની વેક્સિન/ આરોગ્યને લઈને બજેટમાં મોટી જાહેરાતો, અમદાવાદ અને સૌરાષ્ટ્રને મળી આ ભેટ

Karan
Do NOT follow this link or you will be banned from the site!