સૌરાષ્ટ્રમાં પ્રચાર પડઘમ શાંત થવા આડે માત્ર બે દિવસ બાકી છે ત્યારે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષો જેમાં ખાસ કરીને શાસક પક્ષ મતદાન વધે તે માટે અપીલો અને પ્રયાસો કરી રહ્યા છે અને તે સાથે રાજકીય વિવેચકો મતદાન વધે તો કોને લાભ અને ઘટે તો કોને નુક્શાન તેનું ગણિત માંડી રહ્યા છે પરંતુ, ૨૦૧૭માં ડિસેમ્બરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીની વાસ્તવિકતા એ છે કે વધુ મતદાન થયું ત્યાં કોંગ્રેસને વધુ બેઠકો તો મળી જ હતી જ્યાં ઓછુ મતદાન થયું ત્યાં પણ કોંગ્રેસને અડધોઅડધ બેઠકો મળી હતી.
65 ટકાથી વધુ મતદાન થયું તેવી 18 બેઠકોમાં 13 કોંગ્રેસને, 5 ભાજપને

- ચૂંટણી પંચ અને નેતાઓ વધુ મતદાનના પ્રયાસો કરી રહ્યા છે
- 65 ટકાથી વધુ મતદાન થયું તેવી 18 બેઠકોમાં 13 કોંગ્રેસને, 5 ભાજપને
- જ્યારે ઓછાં મતદાનવાળી 30 પૈકી 15 બેઠક ભાજપને, 14 કોંગ્રેસ, 1 NCPને મળી :
- શાસન વિરોધી જુવાળમાં મતદાન વધે કે ઘટે પણ ફાયદો વિપક્ષને થાય છે

સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની ધારાસભાની 48 બેઠકો કોઈનો ગઢ રહી નથી અને તેથી જ રાજકીય ધુરંધરોની નજર સૌરાષ્ટ્ર પર રહી છે. આ ૪૮ બેઠકો પૈકી મુખ્યત્વે રાજકોટ, મોરબી અને સોમનાથ જિલ્લા સહિત કૂલ 18 બેઠકો ઉપર 65 ટકાથી વધારે મતદાન થયું હતું અને સર્વાધિક સોમનાથ બેઠક ઉપર 75.27 ટકા મતદાન થયું હતું. આ 18 પૈકી સોમનાથ સહિત 13 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો અને ભાજપને માત્ર 5 બેઠકો મળી હતી.

જ્યારે 30 બેઠકો ઉપર 65 ટકાથી ઓછું અને સૌથી ઓછું ગારિયાધરમાં 55.31 ટકા, ગઢડા, સાવરકુંડલામાં 56 ટકા મતદાન થયું હતું. આ 30 બેઠકોમાં ભાજપને 15 બેઠકો પર, કોંગ્રેસને 14 અને એક કુતિયાણા કે જ્યાં માત્ર 58.90 ટકા મતદાન હતું ત્યાં એન.સી.પી.નો વિજય થયો હતો. સૌરાષ્ટ્રમાં એકંદરે 48માંથી કોંગ્રેસનો 27 બેઠક પર જ્વલંત વિજય થયો હતો, ભાજપ માત્ર 19 બેઠકોમાં સમેટાઈ ગયું હતું. ઈ.સ. 1958 સુધી સૌરાષ્ટ્ર એક અલગ રાજ્ય હતું અને જો તે ગણત્રી થાય તો સૌરાષ્ટ્રમાં ભાજપની હાર થઈ હતી.અને તેથી આ વખતે ભાજપ અહીં વધુ ધ્યાન આપી રહ્યો છે. ગત વર્ષે શાસનવિરોધી જુવાળ મહદ્અંશે જોવા મળ્યો હતો. અંગ્રેજીમાં તેને એન્ટી ઈન્કમબન્સી કહે છે અને તે જ્યારે લોકો શાસકથી ત્રાસી જાય ત્યારે રોષપૂર્વક વિરૂધ્ધમાં મતદાન કરતા હોય છે. જો કે આ મોજું અન્ડરકરન્ટ હોય છે અને મતપેટી ખુલે ત્યારે જ સ્પષ્ટ દેખાતું હોય છે.
READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ