GSTV
Home » News » સૌરાષ્ટ્રમાં દરિયો ગાંડોતુર : મકાનો, વૃક્ષો ધરાશાયી

સૌરાષ્ટ્રમાં દરિયો ગાંડોતુર : મકાનો, વૃક્ષો ધરાશાયી

‘વાયુ’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં દરિયો ગાંડોતૂર બન્યો હતો. દરિયામાં ૨૦ ફુટ ઉંચા મોજા ઉછળ્યાં હતાં. દરિયા કાંઠા વિસ્તારોમાં ૭૦થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. તિવ્ર પવનથી કોડીનાર પંથકમાં બે દિવસમાં ૩૦ થી વધુ મકાનો ધસી પડયાં હતાં. પોરબદરનાં દરિયામાં ૨૫ પિલાણા ગુમ થયા હતાં. એક ફિશીંગ બોટ તુટી ગઈ હતી.  સોમનાથ મંદિર પરિસરમાં છાપરા ઉડયાં હતાં. ગિરનાર પર લારી-ગલ્લા ખેદાન મેદાન થઈ ગયા હતાં. અનેક રહેણાંક વિસ્તારોમાં દરિયાનાં પાણી ઘૂસ્યાં હતાં.તોફાની પવનનાં કારણે અનેક સ્થળોએ વૃક્ષો, થાંભલા, મકાનોની દિવાલો ધરાશાયી થયા હતાં. સદનસીબે જાનહાની થઈ ન્હોતી.

ભારેથી અતિભારે વરસાદ વરસવાની આજની આગાહી હતી, પણ ફકત છૂટા છવાયા તોફાની ઝાપટા જ પડયા હતાં. જો કે, ૧૮ તાલુકામાં ૦ાા થી ૧ાા ઈંચ સુધીનો વરસાદ પણ નોંધાયો હતો. પરિણામે આજે મેઘમહેર થવાની લોકોની આશા પર પાણીઢોળ થયું હતું, પરંતુ હજુ બે દિવસ ભારે વરસાદની શકયતા યથાવત છે. રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી સમાયાંતરે ઝરમર છાંટા વરસતા રહેતા માર્ગો ભીના થયા હાતં અને ઠંડક પ્રસરી હતી. આ સાથે દિવસભર તેજ પવન પણ ફૂંકાયો હતો. એ જ રીતે ધોરાજી, ગોંડલ, જેતપુર સહિતનાં તાલુકાઓમાં પણ છુટા છવાયા ઝાપટા પડયા હતાં. મોરબી જિલ્લામાં આજે તોફાની પવન ચાલુ રહ્યો હતો અને કયાંક ઝરમર છાંટા પણ પડયા હતાં.

માળીયા મિંયાણાનાં જમનાવાડામાં તેજ પવનથી અનેક ઝુંપડા ઉડયા હતાં. એ જ રીતે જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ આજે વાવાઝોડાનાં ભય અને મુશળધાર વરસાદનાં ભય વચ્ચે તેજ પવન સાથે હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં. આ દરમિયાન તોફાની પવનથી અનેક સ્થળોએ વૃક્ષો અને થાંભલા વાયર પણ તૂટયા હતાં. ગીર સોમનાથ જિલ્લાનાં દરિયાકાંઠે આજે વાવાઝોડું નજીક હોવાથી વધુ ્સર વર્તાઈ હતી. વેરાવળ, તાલાલા અને ગીરગઢડામાં પોણો ઈંચ તો ઉનામાં એક ઈંચ વરસાદ પડયો હતો. જો કે, તોફાની પવન અને દરિયાનાં વિકરાળ મોજાએ ઘણી ખાનાખરાબી સર્જી હતી.

શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં સન્નાટો છવાયેલો રહ્યો હતો. ૨૦૦થી વધુ સ્થળોએ વૃક્ષો તૂટયા હતાં. અનેક વીજથાંભલા પણ ધરાશાયી થયા હતાં. સોમનાથ મંદિર પરિસરમાં છાપરા ઉડયા હતાં તો ગીતા મંદિરે પ્રવેશદ્વારને નુકસાન થયું હતું. હીરણ, ત્રિવેણી અને દેવકી નદીમાં દરિયાનાં ખારા પાણી ભરાઈ ગયા હતાં. વેરાવળ  બંદરે જેટી સુધી અને ભીયા મરીન પોલીસ સ્ટેશન પાસે રોડ ઉપર તથા નવી આઈટીઆઈ સુધી દરિયાનાં પાણી પહોંચી ગયા હતાં. સુત્રાપાડા, હિરાકોટ, પ્રશ્નાવડા, ધામણેજમાં પણ દરિયાકાંઠે ઝુંપડાઓને નુકસાન થયું હતું. તાલાલા અને કોડીનાર પંથકમાં પણ વૃક્ષો અને વીજથાંભલા ધરાશાયી થયા હતાં. બંદરો પર લાંગરેલી બોટોને પણ નુકસાન થયું હતું. કોડીનારમાં બે દિવસમાં ૩૦ જેટલા મકાનો ધરાશાયી થયાનું સામે આવ્યું હતું.

પોરબંદર શહેર અને જિલ્લામાં પણ આજે વાવાઝોડાની અસર જોવા મળી હતી. છૂટા છવાયા ઝરમર વરસાદ વચ્ચે તોફાની પવન ફૂંકાવાથી અનેક વૃક્ષો થાંભલા ધરાશાયી થયા હતાં. જીસ્વાનનો જૂનો ટાવર પણ તૂટયો હતો. જૂની દિવાદાંડી સહિતનાં વિસ્તારોમાં દરિયાનાં પાણી ઘુસ્યા હતાં. ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. કુછડી પાસે વિકરાળ દરિયાઈ મોજાથી સંરક્ષણ પાળો પણ ૧૫ મીટર જેટલો તૂટી ગયો હતો. બીજી તરફ એક બોટ ભાંગી હતી અને ૨૫ જેટલા નાના પીલાણા દરિયામાં તણાઈ ગયા હતાં. અમરેલી જિલ્લામાં આજે તોફાની પવન વચ્ચે સાર્વત્રિક અડધાથી દોઢ ઈંચ વરસાદ પડયો હતો. જેમાં ખાંભા, જાફરાબાદ, લાઠી અને રાજુલામાં દોઢ ઈંચ તો અમરેલીમાં એક ઈંચ તેમજ લીલીયા અને સાવરકુંડલામાં પોણો ઈંચ ઉપરાંત બાબરા, બગસરા, ધારી અને વડીયામાં અડધો ઈંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

Vayu storm

જૂનાગઢ જિલ્લામાં ‘વાયુ’ વાવાઝોડાની ગત મોડી રાત્રીથી જ અસર થવા લાગી હતી. રાત્રીના ભારે પવન સાથે વરસાદ શરૃ થયો હતો. જેમાં ગત રાત્રીથી માંડી આજે સાંજ સુધીમાં વિસાવદર અને માંગરોળમાં ભારે પવન સાથે એક-ૃએક ઈંચ વરસાદ થયો હતો. જયારે જૂનાગઢમાં ૮ મી.મી. ભેંસાણમાં ૯ મી.મી. માળીયા

READ ALSO

Related posts

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva

અમદાવાદ એરપોર્ટ દાણચોરી માટે બન્યું કુખ્યાત, કરોડો રૂપિયાનું સોનુ ઘુસાડવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!