GSTV

અપૂરતા વરસાદને કારણે જાણો રાજ્યના કેટલા ડેમ ખાલી થવાના આરે ?

Last Updated on December 30, 2018 by

ચોમાસાની સીઝનમાં અપૂરતા વરસાદને કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયો ખાલી રહ્યા હતા, એટલે રવી પાકને સિંચાઈનો ફાયદો થયો નથી. હવે માત્ર પીવાના પાણી માટે જ તંત્રે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એમાં પણ માત્ર આઠ જળાશયો એવા છે જેમાં આગામી ચોમાસા સુધી પીવાનું પાણી જળવાઈ રહે એવી પરિસ્થિતિ છે. અન્ય જરૂરી પંથકના જળાશયને સૌની યોજના હેઠળ ભરવાની યોજના હોવાનું પણ જાણવા મળે છે.

રાજકોટના લાલપરી જળાશય હાલ ૭૨ એમસીએફટી પાણીનો જથ્થો છે, પરંતુ એમાંથી પાણી ઉપાડવામાં આવતું નથી. ન્યારી-૨માં ૨૦૯ એમસીએફટી પાણીનો જથ્થો છે, પરંતુ એ પાણી પીવાલાયક નથી. એટલે રાજકોટના પીવાના પાણી માટે એકમાત્ર આધારરૂપ સ્રોત આજી-૧ના જથ્થા પર છે. આ  જથ્થો ૩૧ જાન્યુઆરી સુધી જ ચાલે એમ હોવાથી સરકારમાં માગણી કરવામાં આવતાં સૌની યોજના હેઠળ એમાં પાણી છોડવાની મંજૂરી આપવામાં આવેલી છે,

ચોમાસાની સીઝનમાં અપૂરતા વરસાદને કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયો ખાલી રહ્યા હતા, એટલે રવી પાકને સિંચાઈનો ફાયદો થયો નથી. હવે માત્ર પીવાના પાણી માટે જ તંત્રે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એમાં પણ માત્ર આઠ જળાશયો એવા છે જેમાં આગામી ચોમાસા સુધી પીવાનું પાણી જળવાઈ રહે એવી પરિસ્થિતિ છે. અન્ય જરૂરી પંથકના જળાશયને સૌની યોજના હેઠળ ભરવાની યોજના હોવાનું પણ જાણવા મળે છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર એમસીએફટી મુજબ રાજકોટના ન્યારી-૧માં ૩૨૧.૧૫, ભાદર-૧માં ૧૩૦૭,ભાદર-૨માં ૪૫૯.૧૦, જામનગરના ફુલઝર(કોબા)માં ૧૦૮ે.૦૬, જૂનાગઢના ઓઝત-૨માં ૯૨૬.૮૫ કુલ ઉપલબ્ધ જથ્થો રહેલો છે.  આ જથ્થો જે-તે વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાને સંતોષતાં તા.૩૦ જુન સુધી ચાલે એટલો છે. જ્યારે રાજકોટના ફોફળ-૧માં  ૬૦૦, મોજમાં ૩૨૧, વેણુ-૨માં ૧૩૦ એમસીએફટીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. આ ત્રણેય જળાશયોમાં ૩૧ જુલાઈ સુધી ચાલે એટલું પાણી સચવાયેલું છે. 

જ્યારે દેવભૂમિ દ્વારકાના વર્તુ-૨, સાનીના તળિયા દેખાઈ જતાં ઉપાડ બંધ કરવામાં આવ્યો હતો. તો રાજકોટના લાલપરી જળાશય હાલ ૭૨ એમસીએફટી પાણીનો જથ્થો છે, પરંતુ એમાંથી પાણી ઉપાડવામાં આવતું નથી. ન્યારી-૨માં ૨૦૯ એમસીએફટી પાણીનો જથ્થો છે, પરંતુ એ પાણી પીવાલાયક નથી. એટલે રાજકોટના પીવાના પાણી માટે એકમાત્ર આધારરૂપ સ્રોત આજી-૧માં હાલ રહેલો ૩૧૦ એમસીએફટી પાણીનો જથ્થો ૩૧ જાન્યુઆરી સુધી જ ચાલે એમ હોવાથી સરકારમાં માગણી કરવામાં આવતાં સૌની યોજના હેઠળ એમાં પાણી છોડવાની મંજૂરી આપવામાં આવેલી છે, જ્યારે જામનગરના ધ્રોલ-જોડિયા પંથકને આવરી લેતા આજી-૩ ડેમને પણ આ રીતે સૌની યોજના મારફતે ભરવા માટેનું આયોજન હોવાનું સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. 

Related posts

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari

મોટી કાર્યવાહી/ જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટનું મોટુ ષડયંત્ર, NIAના 14 સ્થળો પર દરોડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!