ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યના દરેક ઝોનમાં ભાજપના નેતાઓ-હોદ્દેદારો સાથે બેઠક કરી રહ્યા છે. મધ્ય ગુજરાત બાદ તેમણે સૌરાષ્ટ્ર ઝોનમાં બેઠક કરી. તેમણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ભાજપના આગેવાનો સાથે બેઠક કરી છે.
આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. અમિત શાહે સૌરાષ્ટ્ર ઝોનના તમામ મુખ્ય આગેવાનો સાથે મેરેથોન ચર્ચા કરી. સૌરાષ્ટ્રની તમામ બેઠકો જીતવા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી રણનીતિ ઘડી હતી.

ટિકિટ વહેંચણી અંગે નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે લોકચાહના ધરાવતા ધારાસભ્યોને ફરી ચૂંટણી મેદાનમાં ઉતારશે. ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં નિશ્ચિત સીટ ગુમાવવા માંગતું નથી.. પ્રભાસ પાટણની મુલાકાત દરમિયાન અમિત શાહે સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો