સૌરાષ્ટ્ર માટે આનંદના સમાચાર, ઉનાળા દરમિયાન નહીં પડે પાણીની તંગી

રાજ્ય સરકાર દ્વારા પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સૌની યોજના હેઠળ ફેઝ-2 અંતર્ગત વિવિધ જળાશયો ને ભરવાની તૈયારી હાથ ધરાઇ છે. ત્યારે ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા બોર તળાવ અને શેત્રુંજી ડેમમાં 158 કરોડના ખર્ચે નર્મદાના નીર ભરવાની જાહેરાત કરાઇ છે.

ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો અને ખેડૂતોને પીવાના અને ખેતી માટે જરૂરી પાણીની મુશ્કેલી ના પડે તે માટે સરકાર દ્વારા સૌની યોજના હેઠળ પાણી પુરૂ પાડવામાં આવશે. ભાવનગરના શહેરીજનોને પીવાના પાણી માટે મહાનગરપાલિકા દ્વારા શેત્રુંજી ડેમમાંથી 90 એમએલડી પાણી.

35 એમએલડી પાણી મહીપરીએજમાંથી તેમજ 10 એમએલડી ગૌરીશંકર તળાવમાંથી લેવામાં આવે છે. જેના માટે મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક 45 કરોડ જેવો ખર્ચ કરાય છે. જે પૈકી 11 કરોડનો ખર્ચ તો ફક્ત પાણી લાવવામાં વપરાતી ઇલેક્ટ્રિક મોટરના વીજ વપરાશ પાછળ કરવામાં આવી રહ્યો છે.

પરંતુ સૌની યોજનાથી આ જળાશયોમાં પાણી ભરાવાથી પાણી સ્ત્રોત જળવાઈ રહેશે અને આસપાસના વિસ્તારોના પાણીના ભૂગર્ભ જળની સપાટી પણ ઉપર આવશે. સાથે જ શેત્રુંજી ડેમમાંનો વપરાશ ઘટશે અને તે પાણી ખેતી માટે ખેડૂતોને ઉપયોગી બનશે.

રાજકોટના આજીડેમમાં આજથી નર્મદાના નીરને ઠાલવવાની શરૂઆત થવાની છે. રાજકોટવાસીઓને ચોમાસા સુધી ચાલે તેટલું પાણી આજીમાં ઢાલવવામાં આવશે. સૌની યોજના હેઠળ આજીડેમમાં ઠાલવવામાં આવશે. હાલમાં આજીડેમ 16 ફૂટ જેટલો ભરેલો છે. ડેમમાં નર્મદાના નીર ઠાલવીને 26 ફૂટ સુધી પાણી ભરવા આવશે. જેથી રાજકોટવાસીઓને ચોમાસા સુધી પાણીની તંગી નહીં રહે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter