GSTV
Home » News » હવસખોર હરિશે પૂછ્યું હતું કે ‘મને એક ઈચ્છા છે…’ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ એક પ્રોફેસર તો ચુંબન સુધી પહોંચી ગયા હતા

હવસખોર હરિશે પૂછ્યું હતું કે ‘મને એક ઈચ્છા છે…’ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ એક પ્રોફેસર તો ચુંબન સુધી પહોંચી ગયા હતા

એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના એક બાદ એક સામે આવી રહી છે. યુનિવર્સિટીમાં અવારનવાર PhD કરવા માટે ગીદડ ગાઇડની જાતીય સતામણીનો ભોગ વિદ્યાર્થિનીઓ બની રહી છે. ગઇકાલે ગુરૂવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.હરિશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી.

ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કમિટીના ચેરમેન પ્રફુલાબેન રાવલ સહિત 5 સભ્યો હાજર રહ્યા હતા.. ચેરમેન પ્રફુલાબેન રાવલે જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.

ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી.જો ફરિયાદ આવશે તો અમે આગળ કાર્યવાહી કરીશું. ઓડિયો ક્લિપમાં જ યુવતીનો અવાજ છે તે યુવતી ગમે ત્યારે જાતીય સતામણી નિવારણ કમિટી પાસે ફરિયાદ નોંધાવી શકે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ બે પ્રોફેસરો પીએચડીની લાલચમાં વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કરી ચુક્યા છે. જેમાં એક છે ડોક્ટર નિલેષ પંચાલ જેવો બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હતાં જેમને વિદ્યાર્થિની સાથે ગેરવર્તન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકે તેમને ડિસમિસ કર્યા છે અને બીજા છે પ્રોફેસર ડોક્ટર રાકેશ જોષી જેવો અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર છે તેમને એક વિદ્યાર્થીનીને બળજબરીથી ચુંબન કરવાની કોશિશ કરી હતી.આ કેસમાં યુનિવર્સિટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેનો કેસ હાલ ચાલુ છે

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!