GSTV
Gujarat Government Advertisement

આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલ-પેરામેડિકલ વિભાગની પરીક્ષાનો પ્રારંભ, 931 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

Last Updated on July 25, 2020 by Arohi

કોરોનાની મહામારી વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષાનો પ્રારંભ થયો છે. કુલ 11 પરીક્ષા કેન્દ્ર પર 931 જેટલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર અને યુજીસીની ગાઇડલાઇન મુજબ પરીક્ષા લેવાઇ રહી છે. એક પરીક્ષા ખંડમાં 50 ટકા એટલે કે 15 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

પરીક્ષાખંડમાં કરવામાં આવશે નિયમોનું પાલન

પરીક્ષાખંડમાં પ્રવેશતા પહેલા તમામ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક થઇ રહ્યું છે. તો વિદ્યાર્થીઓએ પણ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું રહેશે. યુનિવર્સિટી દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિદ્યાર્થીઓને હોમિયોપેથી દવાઓ પણ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત

બીજી તરફ યુનિવર્સિટીની કુલપતિ વિજય દેસાણીએ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. જો પરીક્ષાના 15 દિવસ બાદ કોઇ કોરોનાથી સંક્રમિત થશે તો તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક લાખ રૂપિયાની મેડિકલ ટ્રીટમેન્ટ માટે સહાય કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!