GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

મોટા સમાચાર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો થઈ જાહેર, જુલાઈમાં જ લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મેડિકલ અને પેરા મેડિકલની પરીક્ષા 25 જુલાઇએ યોજાશે. જ્યારે પીજી માસ્ટર ડિગ્રીની પરીક્ષા 4 ઓગસ્ટથી યોજાશે. કોરોનાની મહામારી વચ્ચે પણ તંત્રએ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું પરિણામ

ગુજરાત યુનિવર્સિટીએ કોરોનાના કારણે પરીક્ષાઓ રદ્દ કરી હતી. માર્ચ મહિનાથી કોરોના વાયરસના કહેરના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હાલ રાજ્ય સરકારે હોસ્ટ પોસ્ટ સિવાયના વિસ્તારોને છુટછાટ આપી છે. પરંતુ યુનિવર્સિટીની પરિક્ષાને લઈને ઘણી મુંજવણી પણ હતી. પરીક્ષાઓ રદ્દ પણ કરવામાં આવી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લીધા વગર પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરિણામો જાહેર કરીને મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓની પાસ કરી દેવેમાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

પરીક્ષા લીધા વગર જ બધા પાસ

કોરોનાના કહેરના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લીધા વગર જ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મુલ્યાંકના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. આજે ગુજરાત યુનિવર્સિટીએ BCA, BBA, BSC સેમેસ્ટર 2 અને 4ના પરિણામ જાહેર કર્યા છે. જે નિચે પ્રમાણે છે.

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલું પરિણામ

  • બીસીએ સેમ-2 નું 95.36 ટકા જ્યારે સેમ-4 નું 92.35 ટકા પરિણામ જાહેર
  • બીબીએ સેમ-2 નું 90.31 ટકા જ્યારે બીબીએ સેમ-4 નું 89.35 ટકા પરિણામ જાહેર
  • બીએસસી સેમ-2 નું 88.30 જ્યારે સેમ-4 નું 85.64 ટકા પરિણામ જાહેર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉંચા પરિણામ આપીને વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. જેમાં BCA સેમ-2નું 95.36 ટકા અને સેમ-4 નું 92.35 ટકા પરિણામ જાહેર કરાયું છે. જ્યારે બીબીએ સેમ-2 નું 90.31 ટકા જ્યારે બીબીએ સેમ-4 નું 89.35 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ બીએસસી સેમ-2 નું 88.30 જ્યારે સેમ-4 નું 85.64 ટકા પરિણામ જાહેર કરવમાં આવ્યું છે.

Read Also

Related posts

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana

રાજ્યમાં કોરોનાના નવા 1078 નવા કેસ સાથે કુલ સંક્રમણ 67 હજાર નજીક, 50 હજાર જેટલા લોકોએ આપી છે કોરોનાને મ્હાત

Karan

સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવતા સુરતમાં ડી-માર્ટ મોલ કરાયો સીલ, પાલિકા દ્વારા થશે કડક કાર્યવાહી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!