GSTV
Gujarat Government Advertisement

ત્રણ દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોની મદદે આવ્યું સૌરાષ્ટ્ર વેપારી એસોસિએશન, આપી આ ચીમકી

Last Updated on June 9, 2019 by Mansi Patel

સૌરાષ્ટ્ર વેપારી એસોસિએશને સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં હડતાળ પાડવાની ચીમકી આપી છે. એસોસિએશનના ઉપપ્રમુખે દાવો કર્યો છે કે ભાવાંતર યોજના માટે એસોસિએશનના પ્રમુખ ઉપવાસ પર બેઠા છે. અને જો રવિવાર સુધીમાં નિરાકરણ નહીં આવે તો સોમવારથી સૌરાષ્ટ્રના બધા માર્કેટયાર્ડમાં હડતાલ પાડવામાં આવશે.

ખેડૂતલક્ષી સરકાર હોવાના દાવા વચ્ચે સીએમ વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં ચાલતા ખેડૂતોના ધરણાનો ત્રીજો દિવસ પૂર્ણ થયો છે. ધરણા ર બેઠેલા બે ખેડૂતોની તબિયલ લથડી પણ છે. પરંતુ હજુ સુધી ખેડૂતોના ધરણા સંકેલાય તેવા કોઈ દ્રશ્યો જોવા મળ્યા નથી. બીજીતરફ હવે વેપારીઓ બાદ હવે સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ પણ ખેડૂતોની પડખે આવી રહયા છે. બેડી માર્કેટ યાર્ડમાં બાર જેટલા ખેડૂતો આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે.

ઉપવાસી છાવણીમાં ખેડૂત આગેવાનોથી માંડીને કોંગી નેતાઓએ મુલાકાત લીધી. ખેડૂતો અને વેપારીઓ પાક વિમો, ચેકડેમ રિપેરિંગ, ભાવાંતર યોજના લાગુ કરવા સહિતના માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ખેડૂતોની સાથે વેપારીઓ પણ ઉપવાસ આંદોલનમાં સામેલ થયા છે. સરકાર માંગ નહી સંતોષે ત્યાં સુધી ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પણ ખેડૂતોના આ આંદોલનને ટેકો આપ્યો છે. તો કિસાન સંઘ પણ ખેડૂતોની વહારે આવ્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!