સૌરાષ્ટ્રમાં સ્વાઈનફ્લુનો કહેર, 19 લોકોનાં થઈ ગયા છે મોત

રાજકોટમાં સ્વાઈન ફ્લુનો કેર યથાવત છે. અને પોરબંદરની વધુ એક મહિલાનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત થયુ છે. જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુના 106 કેસ નોંધાયા છે. અને 31 દિવસમાં 19 દર્દીઓના સ્વાઈન ફ્લૂના કારણે મોત થયા છે. માત્ર રાજકોટમાં જ સ્વાઈન ફ્લુના 31 કેસ દાખલ થયા હતા. જેમાં ચાર લોકોનો મોત થયા. રાજકોટ શહેરમાં 34 કેસ થયા અને પાંચ દર્દીઓના મોત થયા. જ્યારે અન્ય જિલ્લાઓમાં 41 કેસ થયા અને 10 દર્દીઓના મોત થયા છે. હાલ રાજકોટમાં 36 જેટલા સ્વાઇનફ્લૂ પોઝિટિવ ધરાવતા દર્દીઓ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • સૌરાષ્ટ્ર માં સ્વાઈન ફલૂ નો કહેર યથાવત
  • જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ સ્વાઇનફલુ ના કેસ નોંધાયા
  • જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લૂના 106 પોઝિટિવ કેસ સામે આવ્યા
  • સ્વાઈન ફ્લૂના 106 દર્દીઓ માંથી 19 દર્દીઓના મોત નિપજ્યા
  • રાજકોટ જિલ્લા માં સ્વાઈન ફ્લૂના 31 કેસ અને 4 મોત
  • રાજકોટ શહેર માં સ્વાઈન ફ્લૂના 34 કેસ અને 05 મોત
  • અન્ય જિલ્લાના સ્વાઈન ફ્લૂના 41 કેસ અને 10 ના મોત
  • હાલ રાજકોટ માં સ્વાઈન ફ્લૂના 36 દર્દીઓ સારવાર હેઠળ

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter