GSTV
Home » News » સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં 2 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના: હવામાન વિભાગ

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં 2 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના: હવામાન વિભાગ

ગુજરાતભરથી ઓખી વાવાઝોડાનું સંકટ ભલે ટળ્યુ હોય, પરંતુ આજે પણ તેની અસર યથાવત જોવા મળી રહી છે. ગત મોડી રાતથી દક્ષિણ ગુજરાતના ધરમપુર, સુરત, નવસારી, ડાંગ, આહવા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગઈકાલથી જ રાજ્યભરમાં ઓખી વાવાઝોડાની અસર દેખાવવાની શરૂ થઈ ગઈ હતી અને 27 જિલ્લાના 143 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ધરમપુરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. આ સિવાય ડાંગના આહવામાં 49 મિલીમીટર, સુબીરમાં 48 મિલીમીટર, વઘઈમાં 73 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. આ સિવાય સાપુતારામાં 37 મિલીમીટર વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ઓખી’ વાવાઝોડાને પગલે અમદાવાદ રાતોરાત ‘હિલસ્ટેશન’માં તબ્દીલ થઇ ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણને પગલે દિવસભર સૂર્યનારાયણના દર્શન થઇ શક્યા નહોતા અને સતત વરસાદી ઝાપટાં જારી રહેતા ઠંડીમાં પણ ખૂબ જ વધારો નોંધાયો હતો. ગઈકાલે વહેલી સવારથી જ ઝાપટાંના સ્પેલની શરૃઆત થઇ હતી. જેને લીધે લોકોને સ્વેટર પહેરવો કે રેઇનકોટ તેને લઇને મૂંઝવણ થઇ હતી.

Related posts

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 4 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

ગુજરાતમાં ખેડૂતોની દિવાળી બગડી, અહીં 3 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક બગડ્યો

Arohi

દિવાળીમાં ફટાકડા ફોડવાની આ છે ગાઈડલાઈન, માત્ર 2 કલાકની જ મળી છે છૂટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!