સૌરાષ્ટ્ર પટેલ સમાજના સમૂહ લગ્ન ખાસ બની રહેવાના છે, એક-એક રૂપિયાનું થશે સમર્પણ

સુરત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં જે ચાંદલો ભેગો થશે તે કાશ્મીરના પુલવામાં શહીદ વીર જવાનોના પરિવારને અર્પણ કરવામાં આવનાર છે. આ સમૂહ લગ્નમાં પચાસ હજાર જેટલા લોકો પણ હાજર રહેવાના છે. જ્યાં બે હજાર પરિવારના લોકો એકસાથે સંકલ્પ કરવાના છે કે પ્રતિદિવસ 1 રૂપિયાની બચત કરી 365 દિવસે ભેગી થતી રકમ પણ શહીદ જવાનોના પરિવારને ફાળવવામાં આવશે. હંમણાં સુધી 11 લાખ જેટલી સહાય પણ આવી ચૂકી છે. જ્યાં સમૂહ લગ્નમાં 44 લાખ જેટલી ધનરાશી એકઠી કરવાનો અંદાઝ પણ સૌરાષ્ટ્ર સેવા સમાજ દ્વારા સેવવામાં આવ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter