રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરુ થયો છે અને ઠેર ઠેર સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાં પણ નવા નિરની આવક ફરી શરુ થવા પામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના 17 ડેમોમાં અડધોથી છ ફૂટ જેટલા નવા નિરની પધરામણી થવા પામી છે.
આ અંગેની રાજકોટ સિંચાઇ વર્તુળ ફલડ સેલમાંથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાના 3 ડેમોમાં નવા નિર આવ્યા છે જેમાં રાજકોટને પાણી પુરુ પાડતા ભાદર-1માં 0.26 ફૂટ, વેણુ-2માં 0.16 ફૂટ અને ભાદર-2 ડેમમાં 0.82 ફૂટ નવા નિરની આવક થઇ છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના પાંચ ડેમોમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન નવા નિર આવ્યા છે.

ગુજરાત માટે આગામી 4 દિવસ છે ભારે
ગુજરાતમાં ચાર દિવસ સારો વરસાદ રેહશે. કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે સારા વરસાદની આગાહી છે. તો 8 અને 9 ઓગસ્ટે વરસાદનું જોર વધશે. આ બે દિવસ ભારેથી અતિભારે વરસાદનો વર્તારો છે. વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં 9 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ સમાન્ય વરસાદ રહેશે.
રાજ્યના વિવિધ જિલ્લામાં મેઘમહેર
બનાસકાંઠામાં મોડી રાતે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર જિલ્લામાં ગત 24 કલાકમાં કાંકરેજ, દાંતા, ભાબર, લાખણી અને વડગામમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.જ્યારે દિયોદરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદની માહિતી
કાંકરેજ 15 મિમી, ડીસા 28 મિમી, દાંતા 18 મિમી, દાંતીવાડા 36 મિમી, દિયોદર 50 મિમી, ભાભર 20 મિમી, લાખણી 18 મિમી, વડગામ 24 મિમી વરસાદ નોંધાયો.

ગોંડલમાં વહેલી સવાર થીજ વરસાદ શરૂ.
રાજકોટના ગોંડલમાં પણ મેઘમહેર થઈ છે. ગોંડલમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
ડાંગમાં વરસાદ
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. અને તેનાથી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન આહવામાં વાતાવરણ વધુ આહલાદક બન્યુ છે. છેલ્લા 24 કલાકમાં ડાંગના આહવામાં સવા ઈંચ, વઘઈમાં એક ઈંચ, સાપુતારાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સુબીરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
READ ALSO
- ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી