GSTV
Home » News » રણજી ટ્રોફી : સૌરાષ્ટ્રીની ટીમ ફાઇનલમાં પ્રવેશી, ચેતેશ્વર પુજારાની શાનદાર સદી

રણજી ટ્રોફી : સૌરાષ્ટ્રીની ટીમ ફાઇનલમાં પ્રવેશી, ચેતેશ્વર પુજારાની શાનદાર સદી

સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશી છે. બેંગાલુરુમાં યોજાયેલી સેમી ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રએ કર્ણાટકને પાંચ વિકેટે હરાવ્યું છે. સૌરાષ્ટ્ર વતી સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ અણનમ 131 રન અને શેલ્ડન જેક્સને 100 રનની ઈનિંગ રમી સૌરાષ્ટ્રને જીત અપાવી છે.

કર્ણાટકે આપેલા 279 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સૌરાષ્ટ્રની ટીમે પાંચ વિકેટ ગુમાવી જીત હાંસલ કરી. સૌરાષ્ટ્ર ત્રીજી ફેબ્રુઆરીથી ફાઈનલમાં વિદર્ભ સામે ટકરાશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1950-51 થી રણજી રમવાની શરૂઆત કરનારી સૌરાષ્ટ્રની ટીમ વર્ષ 2012-13 અને વર્ષ 2015-16 માં રનર અપ રહી છે.સૌરાષ્ટ્રની ટીમ ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી છે અને તેની પાસે પહેલુ રણજી ટાઈટલ જીતવાની સુવર્ણ તક છે.

Read Also

Related posts

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

Mayur

અભિનેત્રી પાયલ રોહતગીની કરાઈ ધરપકડ, મોતીલાલ નહેરુ પર વિવાદીત વિડિયો બનાવવાનો આરોપ..

pratik shah

Bigg Boss 13: હોસ્પિટલમાં દાખલ છે સિદ્ધાર્થ શુક્લા, ખરાબ તબિયતનાં પગલે થઈ આવી હાલત…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!