GSTV

કમોસમી વરસાદ/ કેરી, તલ અને મગના પાકને નુક્સાન, આ જિલ્લાઓમાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો

વરસાદ

Last Updated on April 26, 2021 by Bansari

ચૈત્ર મહિનાના મધ્યાહ્ને આકાશમાં સુર્યદેવ જાણે સંતાકુકડી રમી રહ્યાં હોય તે રીતે દિવસભર વાદળાઓની વચ્ચે છુપાયેલા રહ્યા બાદ ગઈકાલે સાંજના એકાએક તોફાની પવન સાથે મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. આકાશમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા શરૂ થઈ ગયા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વળી મેંદરડા, જામજોધપુર, કાલાવડ, ગોંડલ, ટંકારા, સહિતના કેટલાક વિસ્તારોમાં કરાનો વરસાદ વરસતા લોકોને આશ્ચર્ય થયું હતું.

વરસાદ

તોફાની પવનને કારણે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણમાં ઉચાટ જોવા મળ્યો

રાજકોટમાં દિવસ દરમિયાન ધૂપ છાંપવનો માહોલ જોવા મળ્યા બાદ ગઈકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા હતાં. તેમજ તોફાની પવનને કારણે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણમાં ઉચાટ જોવા મળ્યો હતો. ગાજવીજ સાથે વીજળીના ચમકારા થતા હમણાં વરસાદ તુટી પડશે તેવી ભીતિ સર્જાઈ હતી.

જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં ગઈકાલે બપોર પછી હવામાન પલટાયું હતું, અને આકાશમાંથી બરફના કરા વરસ્યા હતા. આ ઉપરાંત જામજોધપુર ગ્રામ્ય વિસ્તારમાં ઓડદર સહિતના ગામોમોમાં વાતાવરણ જોવા મળ્યું હતું. જેને લઇને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જામજોધપુર ઉપરાંત કાલાવડ પંથકના અનેક ગામોમાં રવિવારે બપોર પછી મોસમનો મિજાજ બદલાયો હતો, અને બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કાલાવડ તાલુકાના ખાનકોટડા માં સૌપ્રથમ બરફના કરા પડયા હતા. ત્યાર પછી કાલાવડ તાલુકાના ખંઢેરા, રણુજા, બેરાજા, મોટી માટલી,ભંગડા, બાંગા સહિતના અનેક ગામોમાં કરા સાથે વરસાદ પડયો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના મતવા, ધુતારપર, સુમરી વગેરે ગામોમાં પણ વરસાદી ઝાપટા અને ક્યાંક કરા પડયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાની થયું હોવાનું જાણવા મળ્યું હતું.

વરસાદ

અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરાનો વરસાદ

રાજકોટની માફક મોરબી, ટકારા, ધ્રોલ સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરાનો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફરી વળી હતી. રાજકોટ અમદાવાદ હાઈ-વે પર બામણબોર ચોટીલા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદને લીધે હાઈ-વે પર રસ્તા ભીંજાયા હતાં. શાપર વેરાવળ અને મેટોડાના ઈન્ડસ્ટ્રીઅલ એરીયામાં પણ કમોસમી વરસાદથી ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી.

રાજકોટ જિલ્લામાં ગોંડલ ઉપરાંત જેતપુર અને જસદણ પંથકમાં પણ ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસતા માર્કેટીંગ યાર્ડમાં રહેલી જણસી પલળી ગયાનું જાણવા મળ્યું હતું. જયારે ગોંડલ નજીક અનીડાભાલોડી અને જેતપુરના પ્રેમગઢ ખાતે બરફના કરાનો વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં મેંદરડા પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદનું જોર વધુ રહ્યું હતું. અનકે ગામોમાં તોફાની પવન સાથે કરાનો વરસાદ વરસતાં આંબાના ઝાડ ઉપરથી કેરીઓ ટપોટપ ખરી પડી હતી. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કમોસમી વરસાદને લીધે કેરી ઉપરાંત મગ, તલના પાકને નુકસાન થયું હોવાનું ખેડુતોએ જણાવ્યું હતું.

Read Also

Related posts

Salman khan troll : સલમાન ખાને પહેર્યું ઊંધું માસ્ક, યુઝર્સે કહ્યું- ‘ ક્યારેય માસ્ક ન પહેરતો વ્યક્તિ જ્યારે …’

Vishvesh Dave

VIDEO / નીરજ ચોપરાએ ફરી તેના ડાન્સ મૂવ્સથી લોકોને બનાવ્યા દિવાના, ડાન્સર રાઘવ જુયાલને પણ આપી ટિપ્સ

Zainul Ansari

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!