GSTV
Home » News » સૌરાષ્ટ્ર કચ્છમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

સૌરાષ્ટ્ર કચ્છમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

જૂનાગઢના વંથલીના લુશાળામાં અડધો ઇંચ વરસાદ પડ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટુ વાગ્યુ છે. વરસાદથી ઘઉં, ધાણા, જીરૂ, કપાસ, તુવેર અને એરંડા જેવા પાકોમાં વ્યાપક નુકસાન થવાની ભીતી છે. તો આ તરફ જૂનાગઢન તાલાળામાં પણ કમોસમી વરસાદ પડ્યો. વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાનો ભય છે. તાલાળામાં વરસાદી ઝાપટાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અમરેલીના રાજુલા પંથકમાં આજે વહેલી સવારે વાતાવારણમાં પલટો જોવા મળ્યો. રાજુલા-સાવરકુંડલા અને પીપવાવ હાઈવે પર ધુમ્મ્સને કારણે વાહનચાલકોની વિઝીબલીટી ઘટી.જેથી અકસ્માત ન સર્જાય તે માટે વાહન ચાલકોમાં સાવચેતી જોવા મળી હતી. અમરેલીના બગસરા પંથકના વાતાવરણમાં પણ અચાનકથી પલટો જોવા મળ્યો છે. બગસરાના હવામાનમાં પલટો આવતા એકાએક ઝરમર વરસાદ પડયો .જેથી જગતનો તાત હાલ ચિંતાના માહોલમાં છે.

કેશોદ શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો. કમોસમી વરસાદની અનેક થપાટો સહન કર્યા બાદ ખેડૂતોને રવિપાકથી સારા પાકની આશા બંધાઈ. ઘઉં અને જીરા સહિત અનેક પાકોને માવઠાથી વ્યાપક નુકસાનની ભીંતી ખેડૂતોમાં સેવાઈ રહી છે. બોટાદ શહેરના વાતાવરણમાં એકાએક પલ્ટો જોવા મળ્યો છે. વહેલી સવારથીજ અહીયા ધુમ્મસ ભર્યું વાતાવરણ છે..જેના પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્વારકામાં રવિવારે મોડી રાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો..અને ત્યારબાદ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પાણી ફરી વળ્યું.

વેરાવળમા પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ વાતાવરણમા પલ્ટો આવતા કાળાડીબાંગ વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ પડ્યો. તો આ તરફ મોરબી પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેને પગલે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. મોરબી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. કમોસમી ઝાપટું પડવાથી ઉભા પાકને ભારે નુકસાનીની ભીંતી સેવાઈ રહી છે. જેતપુરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને લીધે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થશે તેવી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

મોદી 2.0 નો મેગા પ્લાન, GST બાદ દેશમાં લાગુ થશે આ નવી ટેક્સ પદ્ધતિ

Ankita Trada

ગુજરાતીઓ માટે આ તારીખથી ‘પનીરની’ સાચી ઓળખ બની જશે મુશ્કેલ, બદલાઈ રહ્યાં છે નિયમો

Mayur

‘મશરૂમ ખાઈ મોદી ગોરા થયા’ એવું કહેનાર અલ્પેશ ખોટો ઠર્યો, ખૂદ મોદીએ કહ્યું આ કારણે ચમકે છે મારો ચહેરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!