GSTV
Gujarat Government Advertisement

મેઘરાજાએ સૌરાષ્ટ્રને પાણી પાણી કર્યું, 15 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન, હજુ આટલા દિવસ મેઘરાજાનું ‘રાજ’

વરસાદ

Last Updated on March 6, 2020 by Mayur

ઉનાળાના આરંભ પહેલા સૌરાષ્ટ્રમાં મિશ્રઋતુ વચ્ચે આજે હવામાનમાં પલટો આવ્યો હતો. સવારે લો પ્રેસર અને સમુદ્ર સપાટીથી ૧.૫ કિ.મી.ની ઉંચાઈએ હવાના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે આજે છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે દ્વારકામાં કમોસમી વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. આકાશમાં વાદળોની સાથે કૃષિપાકને નુક્શાનની ભીતિએ ખેડૂતો પર પણ ચિંતાના વાદળો છવાયા હતા.

  •  કાલે આકાશ સ્વચ્છ થશે, બે દિવસ પછી તાપમાનમાં થશે વધારો
  • હવાના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે રાજકોટ સહિતના સ્થળે હવામાનમાં આવ્યો પલટો, જામનગરમાં તીવ્ર પવન ફૂંકાયો
  • આકાશમાં વાદળો જોઈને ખેડૂતોના ચહેરા પર પણ ચિંતાના વાદળો છવાયા

જોરદાર પવન સાથે કમોસમી વરસાદ

યાત્રાધામ દ્વારકામાં વાદળો ધસી આવ્યા બાદ જોરદાર પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. દ્વારકાધીશ જગતમંદિરના પરિસરમાં બાંધેલ મંડપો પણ પલળી ગયા હતા. તેમજ હોળી-ફૂલડોલ ઉત્સવ નિમિત્તે સુદામા સેતુ પાસે , નવા ગોમતી ઘાટ પાસે બહારથી આવેલ વેપારીઓના સ્ટોલમાં માલ પલળી ગયો હતો.

જૂનાગઢ અને માંગરોળમાં 4 મિ.મિ

જૂનાગઢ જિલ્લામાં માંગરોળ પંથકમાં ૪ મિ.મિ. કમોસમી વરસાદ વરસી જતા માર્ગો પર પાણી વહ્યા હતા. તો માળિયા હાટિના પંથકમાં ઝાંપટું વરસ્યું છે. જ્યારે જૂનાગઢ પથંકમાં વાદળો છવાયા હતા. જિલ્લામાં આંબાઓ પર મોર માથી નાની કેરીની શરૂઆત વખતે હવામાન પલટાતી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો

રાજકોટમાં સવારે ૭૯ ટકા ભેજ સાથે સાંજ સુધી આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા અને ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. સવારે તો ૧૯ સે.તાપમાને ઠંડી નહીવત્ હતી પરંતુ, બપોરનું તાપમાન ઘટીને ૩૨ સે.થતા બપોરે ગરમીમાં ઘટાડો થયો હતો. જામનગરમાં આજે પણ કલાકના ૪૦ કિ.મી.ની તીવ્ર ઝડપે પવન ફૂંકાતા અને ધૂળની ડમરીઓ ઉડતા મીની વાવાઝોડાનો અનુભવ થયો હતો. ગરમીમાં મહદ્અંશે રાહત જોવા મળી હતી. મુળી પંથકમાં વાતાવરણ પલટાતા ખેતરોમાં જીરુ, ઘંઉ, વરિયાળી, ધાણાનો ઉભોપાક હોય તેને નુક્શાનની ભીતિથી સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. જો કે મોટાભાગના સ્થળોએ વરસાદના વાવડ નથી.

સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની શું છે સ્થિતિ ?

સૌરાષ્ટ્રના અન્ય સ્થળોમાં કેશોદ (જુનાગઢ) ન્યુનત્તમ ૧૯થી મહત્તમ ૩૧ સે., પોરબંદર ૧૯થી ૩૦, વેરાવળ ૨૧થી ૨૯, દ્વારકા ૨૨થી ૨૮ સે., સુરેન્દ્રનગર ૨૦થી ૩૨, અમરેલી ૧૯થી ૩૨ સે.તાપમાને દરેક સ્થળે બપોરે ગરમીનું પ્રમાણ ઘટયું હતું. હવામાન ખાતા અનુસાર આવતીકાલ તા.૬ના એકંદરે આકાશ સ્વચ્છ (વાદળમુક્ત) બનશે અને તા.૭થી સૂર્યપ્રકાશિત થવા સાથે બે દિવસ બાદ તાપમાનમાં વધારો થતા બપોરે ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સર્વપક્ષીય બેઠક/ PM મોદીએ કાશ્મીરી નેતાઓને કહ્યું – હું દિલ્હી અને દિલ વચ્ચેનું અંતર ખતમ કરવા માંગુ છું

Damini Patel

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Pravin Makwana

એડમિશન: ખાનગી શાળામાં આજથી શાળા પ્રવેશની કાર્યવાહી શરૂ, વધુમાં વધુ ફોર્મ ભરાય તેવી સરકારમાંથી સીધી સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!