GSTV

હવે સૌરાષ્ટ્રનો વારો : એક જ દિવસમાં 21 કેસ, અમરેલીમાં નવા 10 કેસ નોંધાતાં ફફડી ગયા લોકો

કોરોના

સૌરાષ્ટ્રમાં કોવિડ-૧૯ના વધુ ૨૧ કેસ ઉમેરાયા છે. આમાં આજે નોંધપાત્ર બનેલી બે બાબતો પૈકી એક એ છે કે જામનગર અને દ્વારકા જિલ્લામાં એક-એક, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં અનુક્રમે બે અને ત્રણ તથા અમરેલી જિલ્લામાં સાત એમ કુલ ૧૪ પેશન્ટ તો યુવા વયના છે. આજના કેસોમાંથી એક દર્દી બાળકી છે, તો બે ટીનેજર પણ છે. આ પૈકી અમરેલીનો એક કિશોર તો કેવી રીતે ઈન્ફેકટેડ થઈ ગયો એ જ હજુ કળી શકાયું નથી, જયારે અમરેલી જિલ્લામાં એ સહિત આજે લગાતાર બીજા દિવસે ૧૦ કેસ ઉમેરાતાં ભયનું લખલખું ફરી વળ્યું છે!

અમરેલી

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે નોંધાયેલા ૧૦ કેસમાં એક વૃધ્ધ (લાઠીમાં), સાત યુવા વયના અને બે તો ટીનેજર છે. નારાયણ નગરની ૪૮ વર્ષીય મહિલા, સાવરકુંડલાના ૨૦ વર્ષીય યુવક, લાઠીના નારાયણ ગઢના ૪૧ વર્ષના યુવાન, હજીરાનગરના ૪૨ વર્ષના પુરૂષ તેમાં સમાવિષ્ટ છે, જયારે અમરેલી શહેરના પાંચ કેસમાંથી બ્રાહ્મણ સોસાયટીનો યુવક તાજેતરમાં અમદાવાદ અને જશોદાનગરનો રહેવાસી યુવાન હમણાં સુરત ગયા હતાં, જયાંથી ઈન્ફેકશન લાગ્યાનું અનુમાન છે. જો કે, ૧૪ વર્ષના એક કિશોરને ક્યાંથી ચેપ લાગ્યો તે જ તંત્ર હજુ કળી શકયું નથી.

રાજકોટ

રાજકોટ જિલ્લામાં આજે ચાર કેસ ઉમેરાયા છે, જેમાં જેતપુરના ૩૫ વર્ષના યુવક અને વિંછીયાના ૬૦ વર્ષીય વૃધ્ધા સામેલ છે, ત્યારે ધોરાજીના અમીનાપાર્કમાં ગઈકાલે જે મુસ્લિમ યુવકનો કોરોના પોઝીટીવ આવ્યો હતો તેના ૬૨ વર્ષીય પિતાને તેમજ બહારપુરા વોરાવાડમાં ૪૯ વર્ષના ગૃહસ્થને કોરોના હોવાનું આજે ફલિત થતાં અત્યાર સુધીનાં આંકડો ૧૩ થવા પામ્યો છે. ગોંડલના યોગીનગરમાં સુરતથી ત્રણ દિવસ પહેલાં આવેલા ૪૬ વર્ષના યુવક ભરત ભીમજીભાઈ સોરઠિયાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં રાજકોટ ખસેડાયા છે. તેના પરિવારના પાંચ વ્યક્તિને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. નોંધનીય છે કે, ગઈકાલે ભોજરાજપરામાં મહિલાને કોરોના થયા બાદ આજે એક પેશન્ટ ઉમેરાતાં ગોંડલમાં અત્યાર સુધીના કેસનો આંકડો ૧૭ થઈ ગયો છે, અને તંત્ર કોરોનાને રોકવા કોઈ નક્કર પગલાં લે તેવી માંગણી પ્રવર્તે છે.

જામનગર

જામનગર શહેરમાં આજે આઠ દર્દીઓને રજા આપવામાં આવી ત્યાં જ બે કેસ ઉમેરાઈ ગયા છે. જી.જી. હોસ્પિટલના ૨૬ વર્ષીય તબીબ પણ તેમાં સમાવિષ્ટ છે, જયારે હીરજી મિસ્ત્રી માર્ગ પર રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધને પણ કોરોના માલૂમ પડતાં સારવારમાં ખસેડાયા છે.

મૂળ ખંભાળિયાના વતની અને થાણે (મુંબઈ) સ્થાયી થયેલા સતવારા પરિવારના ૧૭ સભ્યો મુંબઈમાં કોરોનાથી થયેલી કફોડી હાલતના કારણે તા.૨૩મીએ એક કાર અને ત્રણ બાઈક મારફત ખંભાળિયા પરત આવતાં તેમને ધોરીવાવ વિસ્તારની શાળામાં કવોરન્ટાઈન રખાયા હતાં, જે પૈકી ૪૦ વર્ષના એક મહિલા અને તેમની નવ વર્ષની ભાણેજ કોરોના સંક્રમિત જાહેર થયા છે.

પોરબંદર

પોરબંદર જિલ્લામાં બે દિવસમાં ચાર કેસ બહાર આવ્યા છે. આજે રાણાવાવના લક્ષ્મીબેન ભીમજીભાઈ ગોહેલ (૨૯) નામની સગર્ભા યુવતી કોરોના સંક્રમિત હોવાનું ખુલ્યું છે, જેને રાજકોટતી આવેલા કોરોના પેશન્ટનો ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત, પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતો અને કલરકામનો ધંધો કરતો મહેશ ભીખુભાઈ પરમાર (૪૨) તા.૧૮મીએ રાજકોટ જઈ આવ્યા બાદ તેને તાવ સહિતની તકલીફ થતાં તા.૨૬થીકવોરન્ટાઈન સેન્ટરમાં રખાયો હતો, જેનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત, મુંબઈથી ગોકરણ ગામે આવેલા કમલેશ દલસાણિયા (૪૦)નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, જયારે પસવારી ગામના મુંબઈ રિટર્ન રાજશી ભાટુનો ક્વોરન્ટાઈન-હોમ ક્વોરન્ટાઈન પિર્યડ પૂરો થઈ ગયા બાદ ગઈકાલે રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઉના શહેરમાં રહેતા ૫૫ વર્ષના એક પુરૂષને કોરોના લાગુ પડતા ગીર સોમનાથ જિલ્લામાં આત્યાર સુધીના કેસનો આંકડો ૬૭ થવા પામ્યો છે.

Read Also

Related posts

હોસ્પિટલમાં ફાયરસેફ્ટી નહીં હોય તો મર્યા, હાઈકોર્ટના આદેશ બાદ સરકારે લીધો આ નિર્ણય

pratik shah

ગોતા, ચાંદલોડિયા અને ચાંદખેડા અમદાવાદના છે નવા કોરોનાના હોટસ્પોટ, વધી રહ્યાં છે મહામારીના કેસો

pratik shah

ગુજરાતમાં બિલ્ડરોને બખ્ખાં : બાંધકામની પરમીશન માટે નહીં ખાવા પડે ધક્કા, સરકારે આપી મોટી રાહત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!