GSTV
Home » News » આઈએસએસએફ ચેમ્પિયનશિપમાં સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ કર્યો પ્રાપ્ત

આઈએસએસએફ ચેમ્પિયનશિપમાં સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ કર્યો પ્રાપ્ત

આઈએસએસએફ ચેમ્પિયનશિપમાં 16 વર્ષીય સૌરભ ચૌધરીએ નિશાનેબાજીની દશ મીટર એર પિસ્ટલના જૂનિયર વર્ગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મેરઠના કલીનાના વતની સૌરભ ચૌધરીએ એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ પર જ નિશાન લગાવ્યું હતું. આઈએસએસએફ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સૌરભ ચૌધરીએ 245.5 અંક પ્રાપ્ત કરીને જૂનિયર સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ભારતના જ શૂટર અર્જુન ચીમાએ આ સ્પર્ધામાં 218 અંક પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે દક્ષિણ કોરિયાના લિમ હોજિને 243.1 અંક પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

સૌરભ ચૌધરીએ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપના પાંચમાં દિવસે ભારતને ગોલ્ડમેડલ અપાવ્યો છે. આ પહેલા તેણે દશ મીટર એર પિસ્ટલની મિશ્રિત ટીમમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ભારત આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ચુક્યું છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારતનું હાલનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. જો કે જૂનિયર શૂટર્સના સારા પ્રદર્શન વચ્ચે સિનિયર્સ શૂટર્સે સ્પર્ધમાં લોકોને નિરાશ કર્યા છે.

 

Related posts

રણથંભોરમાં ફેલાઈ ખુશીઓની લહેર, T-73એ આપ્યો ત્રણ બચ્ચાઓને જન્મ

Mansi Patel

દુનિયામાં જળસંકટનો સામનો કરી રહેલા 400 શહેરોમાં ભારતનું આ શહેર પ્રથમ સ્થાને

Kaushik Bavishi

રામ રહીમ પેરોલ મામલો : મુખ્યમંત્રી ખટ્ટરે આપ્યું આ મોટું નિવેદન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!