GSTV
Home » News » સાઉદીમાં થયેલા ડ્રોન હુમલા બાદ ક્રૂડના ભાવમાં ભડકો, લોકોના ખિસ્સા થશે હળવા

સાઉદીમાં થયેલા ડ્રોન હુમલા બાદ ક્રૂડના ભાવમાં ભડકો, લોકોના ખિસ્સા થશે હળવા

સાઉદી અરબમાં ક્રૂડ ઓઈલ કંપની અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોન હુમલા બાદ ક્રૂડ ઓઈલની કિમતમાં 10 ટકા વધારો થયો છે. સાઉદી અરબ ક્રૂડ ઓઈલનો પુરવઠો ઝડપથી પુન: શરૂ કરવામાં નિષ્ફળ જશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ પાંચથી 10 ડોલરનો ઉછાળો આવી શકે છે.

સાઉદી અરબ વહેલી તકે ક્રૂડનો પૂરવઠો શરૂ નહીં કરી શકે તો ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની ઊંચાઈને પણ સ્પર્શી શકે છે. સાઉદી અરબના ઓઈલ ઉદ્યોગના હાર્દ સમા બે ઉત્પાદન એકમો પર શનિવારે ડ્રોનથી થયેલા હુમલાને પગલે સાઉદી ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં અડધાથી વધુ અથવા વૈશ્વિક ઉત્પાદનના પાંચ ટકા જેટલો કાપ મૂકાવાની આશંકા સેવાઈ રહી છે.

સાઉદી અરામકો પર ડ્રોન હુમલાથી વિશ્વમાં ત્રીજા ક્રમના સૌથી મોટા આયાતકાર દેશ ભારતમાં સરકારની ચિંતા વધી ગઈ છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે સાંકળવામાં આવ્યા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઊછાળાની સીધી અસર ભારત પર પડશે. 

Read Also

Related posts

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર પર માછલા ધોયા, GSTને 21મી સદીની સૌથી મોટી મૂર્ખામી ગણાવી

Pravin Makwana

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!