GSTV
Home » News » ઈરાન ઉશ્કેરશે તો અમે યુદ્ધ માટે તૈયાર, શું વિશ્વમાં ગલ્ફ વોરનાં ભણકારા?

ઈરાન ઉશ્કેરશે તો અમે યુદ્ધ માટે તૈયાર, શું વિશ્વમાં ગલ્ફ વોરનાં ભણકારા?

સાઉદી અરબે પોતાની તેલ પાઇપલાઇનો પર કરવામાં આવેલ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. અને કહ્યું હતું કે તેના આદેશ મુજબ આ હુમલા કરાવવામાં આવ્યા છે. આ હુમલો યમનના હુતી વિદ્રોહીઓએ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. યમનના વિદ્રોહીઓ ઈરાનના સમર્થક માનવામાં આવે છે.

બે દિવસ અગાઉ સાઉદી અરબનાં તટ પર રહેલા બે ઓઇલ ટેન્કરો અને ચાર જહાજોને પણ નુકશાન પહોંચાડ્યું હતું. આ વખતે પણ ઈરાન પર આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ ઈરાને તેમાં પોતાનો હાથ હોવાનો ઇન્કાર કરી દીધો હતો. સાઉદી અરબના વિદેશ મંત્રી અદેલ અલ-ઝુબૈરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સાઉદી અરબ આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનો સંઘર્ષ ઈચ્છતું નથી.

તેઓએ કહ્યું હતું કે અમે કોઈપણ પ્રકારની યુદ્ધની આશંકાથી બચવા માટે તમામ પ્રકારનાં પ્રયત્નો કરવા તૈયાર છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પરંતુ જો અમને યુદ્ધ માટે ઉશ્કેરવામાં આવશે તો અમે તેનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ. ગઈકાલે સાઉદી અરબના કિંગ સલમાનનાને ખાદી અને આરબ દેશોના નેતાઓને નિમંત્રણ મોકલ્યું છે કે તેઓ 30 મેંના રોજ મક્કામાં એક ઇમરજન્સી મિટિંગ માટે આવે કેમ કે આ હુમલાઓના પરિણામ પર ચર્ચા થઇ શકે.

બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ઈરાન અમેરિકા સામે યુદ્ધ કરશે તો તે ખુદ વિનાશની ગર્તામાં ધકેલાઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વિટમાં ઈરાનને ધમકી આપતા લખ્યું હતું કે જો ઈરાન લડવા ઈચ્છે છે તો તેનો અંત થશે, અમેરિકાને ફરી વખત ધમકી ના આપવી.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!