GSTV

જે કંપની કોઈ દિવસ આવકનો આંકડો જાહેર નહોતી કરતી તેણે જાહેર કરતા તમામ વિક્રમોના ભૂક્કા બોલી ગયા

Last Updated on April 3, 2019 by Mayur

સાઉદી અરબની પેટ્રોલિયમ કંપની ‘એર્માકો’એ આવકના નવા વિક્રમો સર કર્યા છે. આજે જાહેર થયેલા આંકડા પ્રમાણે આ કંપનીની વાર્ષિક આવક ૧૧૧ અબજ ડૉલર (૭૬૫૦ અબજ રૃપિયા) જેટલી છે. અત્યાર સુધી એપલ ઈન્કોર્પોરેશન જગતની સૌથી મોટી આર્થિક કંપની ગણાતી હતી. કેમ કે તેની વર્ષ ૨૦૧૮ની આવક ૫૯.૫ અબજ ડૉલર હતી. એર્માકોની આવક એપલ કરતા ડબલ કહી શકાય એટલી છે. એર્માકોએ સાઉદી સરકારની માલિકીની કંપની છે. વળી સાઉદીમાં રાજાશાહી ચાલે છે. માટે ત્યાં બધા આંકડા જાહેર કરવામાં આવતા નથી. પેટ્રોલિયમ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ રોયલ ડચ શેલની આવક ૨૩ અબજ ડૉલર જ્યારે એક્ઝોન મોબિલની આવક ૨૧ અબજ ડૉલર હતી.

સાઉદી રાજકુંવર મોહમ્મદ બિન સલમાન આ કંપનીના ચેરમેન છે. એ જગતની સૌથી મોટી પેટ્રોલિયમ ઉત્પાદક કંપની છે. પરંતુ અત્યાર સુધી તેની આવકના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવતા ન હતા. કુંવર મહમ્મદ સાઉદી અરબને આધુનિકતા તરફ લઈ જવા માંગે છે. માટે છેલ્લા થોડા વર્ષથી સાઉદીમાં નિતીવિષયક ફેરફારો થઈ રહ્યા છે. હવે આ કંપનીના કેટલાક બૉન્ડ વેચીને ૧૫ અબજ ડૉલરની કમાણી કરવાનો સાઉદી સરકારનો ઈરાદો છે. આ માટે એર્માકોના ૫ ટકા શેર વેચવાનો ઈરાદો છે. પાંચ ટકા વેચાશે તો પણ એ કદાચ સૌથી મોટો આઈપીઓ બનશે.

આ કંપની પોતાના પેટ્રોલિયમ ભંડારની માહિતી પણ જાહેર કરતી નથી. માટે અમેરિકી શેર બજારમાં તેનું લિસ્ટિંગ થઈ શકતું નથી. અમેરિકી શેર બજારના નિયમ પ્રમાણે કંપની ક્રૂડ ઓઈલના ભંડારની સાચી અને પૂરી વિગતો આપે પછી જ નોંધણી થઈ શકે છે. માટે કંપનીએ વિગતો જાહેર કરવાની શરૃઆત કરી દીધી છે. સાઉદી અરબનું પેટ્રોલિયમ કેટલાક દાયકા પછી ખતમ થશે. એ વખતે અર્થતંત્રને નુકસાન ન થાય એટલા માટે પેટ્રોલિયમ સિવાયના ક્ષેત્રોમાં સાઉદી અરબના સત્તાધિશો રોકાણ કરી રહ્યાં છે.

હવે સાઉદી સરકાર પોતાના નાણા ટેસ્લા જેવી ટેકનોલોજીકલ કંપનીઓમાં પણ રોકી રહી છે. અત્યાર સુધી આ કંપનીની આવક અંગે દુનિયાના કોર્પોરેટ નિષ્ણાતો અજાણ હતા. પરંતુ હવે આંકડા જાહેર થયા છે. ૨૦૧૮માં જ એર્માકોએ સાઉદી સરકારને ૧૬૦ અબજ ડૉલર જેટલી રકમ પણ આપી હતી.સાઉદીના પેટાળમાં પેટ્રોલિયમના ભંડાર છે. એ ભંડાર જ મધ્ય એશિયાના બધા દેશોને સમૃદ્ધ બનાવી રહ્યા છે. સાઉદી અરબ તેમાં સૌથી વધુ ભંડાર ધરાવે છે. અત્યારે આ કંપનીનુું કુલ આર્થિક કદ (માત્ર આવક નહીં) ૧૫૦૦ અબજ ડૉલરથી પણ વધારે હોવું જોઈએ એવુ નિષ્ણાતો માને છે.

સાઉદી કુંવર આ કંપનીને ૨ હજાર અબજ ડૉલરની કંપની બનાવવા માંગે છે. સરખામણી કરીએ તો સમજી શકાશે કે સમગ્ર ભારતનું અર્થતંત્ર અત્યારે ૫ હજાર અબજ ડૉલરનું છે. એટલે કે આ એક જ કંપની ભારતના અર્થતંત્ર કરતા ૩૦ ટકા કદ ધરાવે છે.

READ ALSO

Related posts

પીએમ મોદીના અખિલેશ પર પ્રહાર, કહ્યું- લાલ ટોપીવાળાઓને આતંકીઓને જેલમાંથી છોડવા સત્તા જોઈએ છે

Damini Patel

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

Dhruv Brahmbhatt

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!