GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

સાઉદી અરબને લાગ્યો 20 વર્ષનો સૌથી મોટો ઝટકો, આ છે કારણ

સાઉદી અરબનો વિદેશી ભંડાર (Foreign Reserves) સતત બીજા મહિને ઘટ્યો છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, આ છેલ્લાં 20 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. માર્ચ અને એપ્રિલમાં વિદેશી ભંડારમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાસ્તવમાં દુનિયાભરમાં કોરોના સંકટ અને તેલની કિંમતો ઘટવાને કારણે આર્થિક રૂપે સાઉદી અરબને મોટું નુકસાન થઈ રહ્યુ છે. આ દરમ્યાન ઈકોનોમીને રાહત આપવાની આશામાં સાઉદી અરબે માર્ચ અને એપ્રિલમાં પોતાના વિભિન્ન ભંડારનો ઉપયોગ કર્યો છે.

પ્રતિબંધોને કારણે ઈકોનોમી પર અસર

સાઉદી અરબ દુનિયાનો સૌથી મોટો તેલ નિર્યાતક દેશ છે. તેલની માંગ ઘટવાને કારણે કિંમતમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. જેને કારણે સાઉદી પર ખરાબ અસર થઈ છે. તો કોરોના વાયરસને કારણે સઉદીમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેને કારણે ઈકોનોમી પર અસર પડી છે. રોયટર્સ મુજબ, સાઉદીએ માર્ચ અને એપ્રિલની વચ્ચે પોતાના વિદેશોનાં રોકાણ માટે વિદેશી ભંડારમાંથી 40 બિલિયન ડોલર પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં ટ્રાન્સફર કર્યા હતા.

નેટ ફોરેન એસેટ્સમાં ઘટાડો

સાઉદી અરેબિયન મોનેટરી ઓથોરિટી (SAMA)ની તરફથી પ્રકાશિત આંકડાઓ મુજબ, નેટ ફોરેન અસેટ માર્ચમાં 464 બિલિયન ડોલર હતુ. જે એપ્રિલમાં ઘટીને 443 બિલિયન ડોલર થઈ ગયુ છે. નેટ ફોરેન અસેટમાં વિદેશી મુદ્રા, વિદેશોના ડિપોઝીટ અને ફોરેન સિક્યોરિટીઝમાં કરાયેલાં રોકાણ સામેલ છે. માર્ચમાં SAMAના નેટ વિદેશી અસેટ્સમાં 27 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જોકે, સાઉદીના નાણામંત્રી મોહમ્મદ અલ-અદાને કહ્યુકે, કોઈ પણ અસાધારણ ટ્રાન્સફર થયુ નથી. તેમણે કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં અનુકૂળ સમય હોવાને કારણે રોકાણ કરવામાં આવ્યા હતા. ગયા મહિને ઈકોનોમીની પરિસ્થિતી સુધારવા માટે સાઉદીએ વેલ્યૂ એડેડ ટેક્સ ત્રણ ગણું કર્યુ હતુ. સરકારી કર્મચારીઓને લિવિંગ અલાઉન્સ આપવાનું પણ બંધ કરી દીધુ હતુ.

READ ALSO

Related posts

ડિસ્કાઉન્ટના ચક્કરમાં ફસાયા હજારો ગ્રાહકો, આ એક ભૂલથી રોકાયું વાહનોનું રજીસ્ટ્રેશન

Mansi Patel

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!