GSTV
Home » News » આજે ખુલ્યો વિશ્વનો સૌથી મોટો IPO, રોકાણકારો થઇ જશે માલામાલ

આજે ખુલ્યો વિશ્વનો સૌથી મોટો IPO, રોકાણકારો થઇ જશે માલામાલ

Kisan Vikas Patra

રવિવાર, 17મી નવેમ્બર, 2019નો દિવસ ભારત અને વિશ્વના ઈતિહાસમાં એક યાદગાર અને અદ્દભુત દિવસ બનવા જઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોતી ઓઈલ રિફાઈનરી કંપનીનું જાહેર ભરણું આજથી ખુલશે. જોકે આ આઈપીઓમાં આપણે ભાગ લઈ શકીએ કે નહિ તે સૌથી મહત્વનો મુદ્દો છે. તો આવો જાણીએ વિશ્વના આ સૌથી મોટા જાહેર ભરણામાં તમે રોકાણ કરી શકો છો કે નહિ ? શું નીતિ-નિયમો છે ? કોને રોકાણ-સલાહ-સૂચન બદલ શું મળૅશે ?

ભરણાના સલાહકારોને ૪૫ કરોડ ડોલરની ફી મળશે

સાઉદી અરામ્કો જેવી વિશ્વની સૌથી વધુ નફો રળતી, વિશ્વની સૌથી મોટી ક્રુડ ઓઈલ ઉત્પાદન કરતી કંપની માટે યોગ્ય ભાવે અને યોગ્ય મુલ્યએ રોકાણકારો શોધવા પણ એક મોટો પડકાર છે.આ પડકાર માટે સાઉદી સરકારે વિશ્વના ટોચના મર્ચન્ટ બેન્કર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ અને સલાહકારોને કામ સોંપ્યું છે.

આ વિશ્વનો સૌથી મોટો પબ્લિક ઇસ્યુ છે એટલે વોલ સ્ટ્રીટની ટોચની કંપનીઓ જેવી કે ગોલ્ડમેન સાક્સ, એચએસબીસી, ક્રેડીટ સ્યુંઈસ, અને અન્ય ૧૫ ને કામ સોંપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૪માં અને અત્યારસુધીના વિશ્વના સૌથી મોટા પબ્લિક ઇસ્યુમાં ૨૫ અબજ ડોલર એકત્ર કરનાર ચીનના અલીબાબા માટે બેન્કર્સને ૩૦ કરોડ ડોલરની ફી મળી હતી. એવું જાણવા મળ્યું છે કે અરામ્કોના ઇસ્યુ માટે લગભગ ૪૫ કરોડ ડોલરની ફી ચુકવવામાં આવી રહી છે. આ ફી જેટલી રકમ એકત્ર કરવામાં આવશે તેની એક ટકાથી દોઢ ટકા જેટલી હશે એવું સાઉદી સરકારના સુત્રોએ જણાવ્યું હતું.

અરામ્કોમાં કોણ રોકાણ કરી શકે?

રવિવારથી જે પલ્બીક ઇસ્યુ ખુલી રહ્યો છે તે માત્ર વ્યક્તિગત રોકાણકારો માટે છે. આ પછી તે સંસ્થાકીય રોકાણ માટે ખુલશે. જે વ્યક્તિ સાઉદી અરબની રાષ્ટ્રીયતા ધરાવતો હોય અથવા તો એવી વ્યક્તિ કે જે સાઉદી અરબનો રહેવાસી હોય તે જ આ પબ્લિક ઈસ્યુમાં રોકાણ કરી શકે છે. આ ઉપરાંત, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના છ રાષ્ટ્રો (સાઉદી અરબ, કુવૈત, યુનાઈટેડ આરબ અમીરાત, કતર, બહેરીન અને ઓમાન)ના નાગરીકો પણ તેમાં રોકાણ કરી શકે છે. આમાં રોકાણ કરનાર વ્યક્તિ માટે સાઉદી અરબ કે ગલ્ફ દેશોની માન્ય બેંકોમાં ખાતું હોવું પણ જરૂરી છે.

શું અરામ્કોમાં ભારતીય રોકાણ કરી શકે?

અરામ્કો પોતના પ્રોસ્પેક્ટસમાં સ્પષ્ટ જણાવે છે કે ભારતીય નાગરિક માટે આ ભરણું નથી. કંપની માત્ર સ્થાનિક રોકાણકારો માટે પબ્લિક ઇસ્યુ લાવી રહી છે. ભારતની સરકાર, રિઝર્વ બેંક, સેબી, સ્ટોક એક્સચેન્જ કે ક્મ્પ્નીઝ એક્ટ હેઠળ અરામ્કોએ ભારતીય નાગરીકોને રોકાણની કોઈ દરખાસ્ત કરી નથી.

એટલું જ નહી કંપનીનું પ્રોસ્પેક્ટસ પણ ભારતમાં સબમિટ કરવામાં આવ્યું નથી કે નથી એની ભારતીય સત્તાએ તપાસ કરી, નથી મંજુરી આપી. એટલે હવે ભારતીય નાગરિક માટે અહી બેઠા જો કોઈ બ્રોકર સાઉદી અરબના બ્રોકર સાથે જોડાણ ધરાવતો હોય અથવા તો કોઈ મ્યુચ્યુઅલ ફંડ સાઉદીના શેર માર્કેટમાં રોકાણ કરતું હોય તો જ આ પબ્લિક ઇસ્યુમાં ભાગ લેવાનો વિકલ્પ છે. ભારતીય જો ગલ્ફ દેશોમાં રહેતા હશે અને માન્ય બેંકમાં ખાતું ધરાવતા હશે તો રોકાણ કરવાનો વિકલ્પ ખુલ્લો છે.

રિઝર્વ બેંકના નિયમ અનુસાર એપ્રિલથી માર્ચના ગળાના નાણાકીય વર્ષમાં કોઇપણ ભારતીય નાગરિક એક વર્ષમાં ૨.૫૦ લાખ ડોલર (આજના દરે લગભગ રૂ.૧.૭૭ કરોડ)ની રકમ વિદેશમાં મોકલી શકે છે. આ રકમનો ઉપયોગ શેરની ખરીદી કે મિલકતની ખરીદી માટે થઇ શકે છે. આ માટે વિદેશી બ્રોકર સાથે ભારતીય નાગરિકનું ખાતું હોવું જોઈએ. આવું ખાતું ખુલ્યા પછી એ વિદેશી બ્રોકર કે જેણે ભારતીય બ્રોકર સાથે જોડાણ હોય તેની સાથે ખાતું ખોલવી લેવું પડે છે.

મોટાભાગના સ્થાનિક બ્રોકર્સને અમેરિકન બ્રોકર સાથે કે યુરોપિયન બ્રોકર સાથે આવું જોડાણ છે. પણ અરામ્કોનો ઇસ્યુ માત્ર રિયાધ સ્ટોક એક્સ્ચેન્જ ઉપર લીસ્ટ થઇ રહ્યો છે એટલે સાઉદી અરબ સાથે જોડાણ ધરવતો બ્રોકર શોધવો પડે જે મુશ્કેલ છે. અન્ય વિકલ્પ છે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કે જે વિદેશમાં રોકાણ કરી શકે. આવા ફંડ્સ પણ મોટેભાગે અમેરિકન બજારમાં રોકાણ કરતા હોવાથી તેમના માટે આ શક્ય જણાતું નથી.

Read Also

Related posts

એક જ કાગળ પર બે ઈમેજ પ્રિન્ટ કરવી છે, તો અપનાવો આ સરળ ટીપ્સ

Arohi

ફેસબુકે હવે એ વસ્તુ ખરીદી છે જેનાથી તમે ક્યાં છો તેની તાત્કાલિક ખબર પડી જશે

pratik shah

જો હોમ સ્ક્રિન પર ન જોઈતા હોય શોર્ટ કટ તો શું કરશો ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!