GSTV

આ વર્ષે હજ કરનારા મુસ્લિમ બિરાદરોની આશા પર પાણી ફરી વળશે, સાઉદી અરબ સરકારે આ કારણે લગાવી રોક

Last Updated on February 28, 2020 by Arohi

કોરોના વાયરસની દહેશત ચોતરફ જોવા મળી રહી છે. ત્યારે કોરોના વાઈરસની અસરના કારણે હજ કરવા જતાં મુસ્લિમ બિરાદરોની હજ કરવા જવાની ઈચ્છા પર ફરી વળ્યુ પાણી છે. અગમચેતીના ભાગ રૂપે સાઉદી અરબની સરકાર દ્વારા બીજા દેશોમાંથી આવતા યાત્રીઓ માટે રોક લગાવી છે. સાઉદી અરબના પવિત્ર મક્કા મદીનામાં થતી ઉમરાહ યાત્રા કરવા જતા યાત્રીઓની હવાઈ યાત્રા રદ થતા મહીસાગર જિલ્લાના 40 યાત્રીઓ એરપોર્ટ પરથી જ વતનમાં પરત ફર્યા છે. લુણાવાડાના 16 અને બાકીના તાલુકાના થઈને જિલ્લાના કુલ 40 હજયાત્રીઓ જિલ્લામાં પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી જાણ થતા જ યાત્રીઓ પરત ફર્યા છે.

અત્યાર સુધી થયા છે આટલા હજાર લોકોના મોત

ચીનમાં ફેલાયેલ કોરોના વાઈરસ ક્યારે કાબૂમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. 26 ફેબ્રુઆરીના સર્વે પ્રમાણે આ વાઈરસના કારણે મૃતકોની સંખ્યા કુલ 2715 સુધી પહોંચી ચુકી છે. જોકે ચીનમાં 29700 લોકો આ વાઈરસની ઝપેટમાંથી બહાર પણ આવ્યા છે. પરંતુ હજુ પણ 78000 જેટલા દર્દીઓ આ વાઈરસથી પીડાઈ રહ્યા છે.

વિશ્વના 31 દેશોમાં પગ પેસારો

ચીનથી ફેલાયોલો કોરોના વાઈરસ અત્યારસુધીમાં વિશ્વના 31 દેશોમાં પગ પેસારો કરી ચૂક્યો છે. આ લીસ્ટમાં હવે પશ્ચિમી એશિયાના બે દેશો બહેરીન અને કુવૈતનો પણ સમાવેશ થયો છે. આખી દુનીયામાં અત્યાર સુધીમાં 77 હજાર 150 લોકો આ વાઈરસથી અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે અને 2 હજાર 592 લોકો આ વાઈરસની અસરથી મોતને ભેટી ચૂક્યા હતા. ત્યાં જાપાનના દરિયાકાંઠે ડાયમંડ પ્રિંસેસ જહાજમાં હાજર વધુ બે ભારતીય કોરોના વાઈરસથી અસરરગ્રસ્ત થયા હતા. તે સાથે જ હવે આ વાઈરસથી ચેપી ભારતીય લોકોની સંખ્યા 14 સુધી પહોંચી ગઈ હતી.

દક્ષિણ કોરિયામાં 70 નવા કેસોની પુષ્ટી

દક્ષિણ કોરિયાએ સોમવારે બપોરે કોરોનાના 70 નવા કેસોની પુષ્ટી કરી હતી. તે પછી કોરિયામાં હવે કોરોના વાઈરસના કેસ વધીને 763 થઈ ગયા હતા અને 7 લોકોની મોત થયા હતા. કોરિયા સેન્ટર ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (કેસીડીસી)ની વેબસાઈટ પર બહાર પડાયેલા ડેટા અનુસાર રોજ બરોજ કોરોનાના કેસમાં 200થી વધારેની વૃદ્ધી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ચીન પછી દક્ષિણ કોરીયામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે અને તેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ચેપના ઘણા કિસ્સા નોંધાયા

ગત સપ્તાહે દક્ષિણના શહેર દેગુમાં ધાર્મિક સ્થાપનામાં ચેપના ઘણા કિસ્સા નોંધાયા હતા. દક્ષિણ કોરીયાએ ભારતીય દૂતાવાસની એડવાઈઝરી કમિટીની વાતને ધ્યાન આપી ત્યાંના બે દેયગૂ અને કાઉંટીને વિસ્તારને વિશેષ સંભાળ ઝોન જાહેર કર્યા છે. ત્યાં હવે અહીં લોકપ્રિય ફૂટબોલ ઇવેન્ટ્સની લીગની ઘોષણા કરવામાં આવી છે.

Read Also

Related posts

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!