GSTV

યમનમાં સાઉદી ગઠબંધન સેનાનું મોટું ઓપરેશન હુદૈદા પોર્ટને બળવાખોરોથી કર્યુ મુક્ત

Last Updated on June 17, 2018 by Mayur

સાઉદી અરેબિયાના નેતૃત્વવાળી ગઠબંધન સેનાએ યમનના તટવર્તી શહેર હુદૈદામાં એરપોર્ટ પરથી હાઉતી બળવાખોરોને ખદેડીને તેના પર કબજો જમાવ્યો છે. ગઠબંધન સેનાએ હુદૈદા શહેરને બળવાખોરોથી મુક્ત કરાવવા માટે ગત બુધવારથી વ્યાપક સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું.

 યમનમાં ગત ત્રણ વર્ષોમાં આ સૌથી મોટી સૈન્ય કાર્યવાહી હોવાનું કહેવામાં આવે છે. યમનની નિરાશ્રિત સરકારની સેનાએ કહ્યુ છે કે હુદૈદા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાંથી સુરંગો હટાવવાની કામગીરી ચાલી રહી છે.

લાલ સાગરના તટ પર આવલું હુદૈદા યમનની રાજધાની સનાથી લગભગ 150 કિલોમીટર દૂર છે. મહત્વપૂર્ણ છે કે સના સહીતના યમનના ઘણાં વિસ્તારો પર ઈરાન સમર્થિત હાઉતી બળવાખોરોનો કબજો છે. હાઉતી વિદ્રોહીઓ વિરુદ્ધ સાઉદી ગઠબંધન સેના દ્વારા 2015થછી સૈન્ય અભિયાન ચલાવાઈ રહ્યું છે.

યમનના ગૃહયુદ્ધમાં અત્યાર સુધીમાં દશ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. છ લાખની વસ્તીવાળા હુદૈદા પોર્ટ શહેરથી યમનમાં 70 ટકા ખાદ્ય પદાર્થોની આપૂર્તિ થાય છે. આ પોર્ટ સહાયતા સામગ્રી અને ઈંધણ આપૂર્તિ માટે પણ મુખ્ય માધ્યમ છે.

Related posts

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!