GSTV

જો હવે આ દેશના નાગરીકોએ ભારતની યાત્રા કરી તો ત્રણ વર્ષનો લાગશે ટ્રાવેલ બેન, નિયમોનું કર્યું ઉલ્લંઘન તો થશે આકરી સજા

Last Updated on July 28, 2021 by pratik shah

સાઉદી અરબે કોરોના વાયરસ અને તેના નવા વેરિએન્ટને રોકવા માટે પોતાના નાગરીકોને ધમકી આપી છે. સાઉદી અરબે જણાવ્યું કે તેઓ કિંગડમના રેડ લિસ્ટ વાળી યાદીમાં શામેલ દેશોની યાત્રા કરવાવાળી નાગરીકો પર ત્રણ વર્ષની યાત્રાને પ્રતિબંધ લગાવવામાં આવશે. આ જાણકારી સાઉદી અરબની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે.

સાઉદી અરબની રેડ લિસ્ટમાં ભારત પણ શામેલ છે. ભારત સિવાય અફગાનિસ્તાન, આર્જેન્ટીના, બ્રાઝિલ, ઈથોપિયા, ઈન્ડોનેશિયા, લેબનાન અને પાકિસ્તાન સહિત ઘણા દેશો શામેલ છે.

હવાઇ

સાઉદીનાં ગૃહ મંત્રાલયના એક અધિકારીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે કેટલાક સાઉદી નાગરીકોએ ટ્રાવેલ નિયમોનું ઉંલ્લઘન કર્યું છે. તેમણે મેમાં અધિકારીઓ પાસેથી પરમીશન વગર સફર કરવાની મંજૂરી આપી હતી. માર્ચ 2020 પછી પ્રથમ વખત થયું છે કે અધિકારીઓએ જણાવ્યું કે જે કોઈપણ વ્યક્તિ નિયમોનને તોડતા જોવા મળશે તો તેમના પરત ફરવા પર કાયદાકીય અંતર્ગત સજા આપવામાં આવશે, અને મોટો દંડ પણ ચૂકવવો પડશે. આ સાથે સાથે ત્રણ વર્ષ માટે યાત્રા પર પ્રતિબંધ પમ લગાવવામાં આવશે.

દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ કેરળમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા આંકડાઓના કારણે ચિંતા વધી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 43,654 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સાથે જ 640 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આ તરફ કોરોનાના કુલ નવા કેસમાં અડધાથી વધુ દર્દીઓ માત્ર કેરળથી છે. કેરળમાં મંગળવારે કોરોનાના 22,129 નવા કેસ સામે આવ્યા હતા જે 29 મે બાદ નોંધાયેલો સૌથી ઉંચો દૈનિક કેસનો આંકડો છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!