GSTV
Home » News » આજે જ કરાવી લો વાહનોની ટાંકીઓ ફુલ, પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ કારણે વધી શકે છે

આજે જ કરાવી લો વાહનોની ટાંકીઓ ફુલ, પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ કારણે વધી શકે છે

આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે. વાસ્તવમાં તેલ ઉત્પાદકોના પ્લેટફોર્મ ઓપેકનાં (OPEC)સદસ્ય દેશોએ કાચા તેલનાં ઉત્પાદનોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આજ કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની આશંકા છે.

શું છે મામલો

OPECના સદસ્ય દેશો અને રશિયા જેવાં અન્ય મિત્ર ઉત્પાદક દેશોની વચ્ચે કાચા તેલનું રોજના ઉત્પાદનમાં 5 લાખ બેરલની વધારાની કમી કરવા માટે સહમતિ બની છે. આ સમજૂતી નવા વર્ષે એટલેકે, 1 જાન્યુઆરીથી લાગૂ થશે.

રિપોર્ટ મુજબ, ઉત્પાદક દેશોનું માનવું છેકે, હાલનાં સમયમાં વૈશ્વિક બજારમાં કાચા તેલની સપ્લાઈ જરૂર કરતાં વધારે છે.જેને કારણે કિંમતોમાં ઘટાડો થવાનું જોખમ છે. આ પહેલાં આ દેશો વચ્ચે ઉત્પાદનને ઓક્ટોબર 2018ના સ્તરથી 12 લાખ બેરલ ઘટાડો કરવાની સમજૂતી થઈ છે. જૂલાઈમાં આ સમજૂતીને આગામી સમય માટે પ્રભાવી કરી દેવામાં આવ્યો છે. ઘટાડો માર્ચ 2020 સુધી બનાવી રાખવા માટે નિર્ણય લીધો હતો.

પેટ્રોલ-ડીઝલની કિંમતો વધશે

ઓપેક દેશોનાં આ નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઉછાળો જોવા મળી શકે છે. વાસ્તવમાં ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો ક્રૂડ આયાત કરતો દેશ છે. ઓપેકનાં દેશોમાંથી પોતાની જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ આયાત કરે છે. તેને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો કાચાતેલનાં ભાવનાં આધારા નક્કી થાય છે.

READ ALSO

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

બૅકલેસ સાટિન ગાઉનમાં પ્રિંયકાનો સામે આવ્યો સ્ટનિંગ લૂક, રેડ કાર્પેટ પર ફ્લોન્ટ કર્યુ કિલર ફિગર

Mansi Patel

ક્રિકેટર ડેવિડ વોર્નરે જરૂર છે એક બેટની, વિરાટ કોહલીએ જવાબ આપી કહ્યું….

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!