GSTV

હવે ખુલશે ઈસ્લામનું સૌથી પવિત્ર સ્થળ, કોરોનાના કારણે 6 મહિનાથી લાગ્યાં હતાં પ્રતિબંધો

Last Updated on September 23, 2020 by Mansi Patel

ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળ એટલે મક્કાની ગ્રૈન્ડ મસ્જીદ હવે મુસ્લિમો માટે ખુલી જશે. હવે લોકોને ઉમરા માટે અહીંય આવવા માટેની મંજૂરી આપવામાં આવી રહી છે. કોરોના વાયરસ મહામારીના કારણે વિતેલા 6 મહિનાથી અહીંયા પ્રતિબંધો અમલમાં હતાં. સઉદી અરબે હવે તેને કેટલાક ફેઝમાં ખોલવાનો નિર્ણય કર્યો છે.

પહેલા ફેઝ દરમયાન 4 ઓક્ટોબરમાં માત્ર સઉદી અરબના લોકોને ગ્રૈન્ડ મસ્જિદમાં જવાની મંજૂરી મળશે. એક દિવસમાં આવનારા લોકોની સંખ્યા 6 હજાર હશે. 18 ઓક્ટોબરથી બીજો ફેઝ શરૂ થશે. બીજા ફેઝ દરમયાન પણ માત્ર સઉદી અરબના લોકોને ગ્રૈન્ડ મસ્જિદમાં આવવાની એન્ટ્રી મળશે. પરંતુ આ દરમયાન કુલ 65 હજાર લોકો મસ્જિદમાં આવવાની મંજૂરી મળશે.

સઉદી અરબના આંતરિક મંત્રાલયનું કહેવું છે કે, ત્રીજા ફેઝમાં એક નવેમ્બરથી સઉદી અરબ બહાર રહેનારા લોકોને પણ ઉમરા માટે આવવાની મંજૂરી મળશે આ દરમયાન એક દિવસમાં કુલ 80 હજાર લોકોને અહીંયા આવવાની મંજૂરી મળશે.

સઉદી અરબની સરકારનું પણ કહેવાનું છે કે, તે સતત પોતાની ગાઈડલાઈન્સ અને કોરોના સાથે જોડાયેલા ઘટનાક્રમનું મુલ્યાંકન કરતી રહેશે. જુલાઈમાં સઉદી અરબમાં ઘણા ઓછા લોકોની સાથે હજનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જ્યાં 20 લાખ લોકો દર વર્ષે હજમાં ભાગ લેતા હતા ત્યારે હવે આ વખથે 1000 લોકો અહીંયા પહોંચ્યાં છે.

સઉદી અરબે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની મંજૂરી આપી હતી. માર્ચમાં કોરોના વાયરસના કારણે સઉદી અરબની ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધો લગાવી દીધા હતા. અત્યારસુધીમાં સઉદી અરબમાં 3.3 લાખથી વધારે કોરોનાના કેસ સામે આવ્યાં છે. અને 4500થી વધારે લોકો વાયરસના કારણે મોતને ભેટ્યાં છે.

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!